Western Times News

Gujarati News

રાજયમાં આગામી ૫ દિવસમાં ભારે વરસાદની શક્યતા નહિવત

Files Photo

ગાંધીનગર: સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં નબળા પડતા ચોમાસાએ ખેડૂતોની ચિંતમાં વધારો કર્યો છે.ત્યારે ચોમાસાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગમી સપ્તાહમાં વરસાદ ઓછો પડશે . રાજય માં આગામી પાંચ દિવસ સુધી સામાન્યથી હળવો વરસાદ રહેશે જાે કે દેશના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ રહેશે.સ્કાઇમેટ વેધરના રિપોર્ટમાં ચોમાસાને લઇ આગાહી કરાઇ છે કે આજથી દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું નબળું પડશે. જેથી આગામી પાંચ દિવસ સુધી હળવો વરસાદ રહેશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં વરસાદની આગાહી છે.તેમજ દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે.રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં જાે કે વરસાદની શક્યતા નહીં હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.સૌરાષ્ટમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

અમરેલી જિલ્લામાં રાત્રે અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સાંબેલાધાર વરસાદ પડતા કેટલાક ખેતરોમાં પાણીથી ઉભરાયા હતા. અહીં સૌથી મોટી શેત્રુંજી નદી પણ બે કાંઠે થઇ હતી. સમગ્ર વિસ્તારનાં લોકોમાં ખુશીનો માહોલ છે. જાે કે ખેડૂતો માટે આ આફતનો વરસાદ છે. વાવણી બાદ જરૂરી ઉઘાડ નહી મળતા અને સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જાે કે ડેમમાં ભરપુર આવક થતા શિયાળું અને ઉનાળુ પાક સારો થવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.