ખનીજ માફિયાઓથી ત્રાસથી ૫ ગામના લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
શામપુરના ડુંગર પર વાહનો બેફામ હંકારાતા લોકોને જીવનું જાેખમ થતા કલેકટરને આવેદનપત્ર અપાયું
(તસ્વીર ઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જિલ્લાના શામપુર તથા દાવલી ગૃપ ગ્રામ પંચાયતની હદમાં ડુંગરની તળેટીમાં ક્વોરી બનાવવામાં આવી છે.જેમાંથી ખનીજ સંપત્તિનો નિકાસ કરવામાં આવી રહ્યો છે.ગામ લોકોનો આક્ષેપ છે અત્રે પરવાનગી કરતા વધારે ખનન કરવામાં આવી રહ્યુ છે
તેમજ રાત દિવસ ચાલતી ખનન અને વહન પ્રવૃતિ થી શામપુર ગામનો નું જીવન નર્કાગાર બની ગયુ છે. ક્વોરીમાં ના પથ્થરો તોડવા, બ્લાસ્ટ કરવાથી રાત શ્ દિવસ આજુબાજુના વિસ્તારમાં રહેતા રહેવાસીઓ ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જીલ્લા કલેકટર, ખાણખનીજ વિભાગને લેખિતમાં રજુઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થતા આખરે શામપુર, દાવલી સહીત આજુબાજુના ગ્રામજનો અને ખેડૂતોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી.
મોડાસા તાલુકાના શામપુર અને દાવલી ગ્રામ પંચાયત ની હદમાં વર્ષો પહેલા પરવાનગી લઇ ક્વોરી બનાવામાં આવી હતી. જાેકે કેટલાક વર્ષો થી આ ક્વોરી ના મુળ ઇજારાદારે અન્ય કોઇ વ્યક્તિ ને પેટા માં આપી દીધી હોવાની માહિતી મળી છે.રમેશસિંહ ખાતુસિંહ ચૌહાણ અને ભીખુસિંહ ખુમાનસિંહ ચૌહાણ આ કવોરીની માલીકી ધરાવે છે
શામપુર સહીત આજુબાજુનાગામ લોકો નો આક્ષેપ છે પરવાનગીવાળા ક્ષેત્રફળ કરતા વધારે વિસ્તારમાં ખનીજ ખનન પ્રવૃતિ કરવામાં આવી રહી છે તેમજ ખનીજ વહન કરી રહેલા વાહનો માં રોયલ્ટી કરતા વધારે માલ ભરવામાં આવી રહ્યો છે. શામપુર માં થી પસાર થતા રોજ ૫૦ થી ૬૦ જેટલા ઓવર લોડ ડમ્પરોના કારણે સમગ્ર ગામ ના રસ્તા તુટી, ખાડા પડી ગયા હોવાથી ગામ લોકોને અવર જવર માં પણ તકલીફ પડી રહી છે.
દાવલી પંચાયત દ્રારા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકેલ હોવા છતાં શામપુર માં થી રાત દિવસ ભારે વાહનોની ધમધમાટ ચાલુ રહે છે . વાહનો ની અવર જવર થી કાંકરા ઉડી ને લોકોના ઘર સુધી આવે છે અને ગામ આખુ ધુળ ની ડમરીઓ થી ઢંકાયેલ રહે છે.