મોડાસા : ગરીબ મહિલાઓને લોન -સબસીડી આપવાનું કહી ગઠીયો કળા કરી ગયો

અરવલ્લી જિલ્લાની હાલત પેલા દલા તરવાડીની વાડી જેવી થઈ છે. દલાને લોકો પૂછતાં કે ‘ભાઈ વાડીમાંથી લઉં બે-ચાર રિંગાણાં?’ તો દલા કહેતો ‘લે ને દસ-બાર’. આવું જ અરવલ્લીમાં થઈ રહ્યું છે. સસ્તાદરે લોન ધીરવાની કે પછી સરકારી નોકરીની લાલચ આપીને ફૂટી નીકળેલા ગઠિયાઓ જીલ્લાના પ્રજાજનોને દલાની વાડી સમજીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઈના ડર વગર લૂંટી રહી છે. તંત્ર પણ લાચાર થઈને તમાશો જોઈ રહ્યું છે.
મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી) વીસ્તારની ગરીબ અને વીધવા મહિલાઓને એક ઠગ સસ્તા દરે લોન આપવાની લાલચ આપી હજ્જારો રૂપિયા ૫૮ જેટલી ગરીબ અને વિધવા મહિલાઓ પાસેથી ઉઘરાવીને એક શખ્સ ગાયબ થઇ જતા ભારે ચકચાર મચી ગઈ છે.ઠગાઈનો ભોગ બનેલી મહિલાઓ ટાઉન પોલીસ સ્ટેશનમાં કીરણસિંહ ઝાલા નામના શખ્સ સામે અરજી આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મોડાસાના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કીરણસિંહ ઝાલા નામધારી ઠગે પડાવ નાખી સસ્તા દરે ૫૦ હજારની લોન આપવાની ઝાળ બીછાવી મહિલાઓનો સંપર્ક કરી ૫૮ થી વધુ ગરીબ અને વીધવા મહિલાઓ સાથે હજ્જારોની છેતરપીંડી કરી ફરાર થઇ જતા મહિલાઓની હાલત કફોડી બની છે વિધવા મહિલાઓને તેમના બેંક ખાતામાં લોન માંથી ૧૫ હજાર ની સીધી સબસીડી જમા કરવાની લાલચ આપી હતી
લોન મેળવવાની લાલચે ગઠિયાએ પ્રોસેસિંગ ફીના નામે ફોટા,આધારકાર્ડ સહીતના ડોક્યુમેન્ટ અને ૧ થી ૨ હજાર જેટલા રૂપિયા પડાવી લીધા હતા ગરીબ અને મહિલાઓ પાસેથી નાણાં ઉઘરાવનાર કીરણસિંહ ઝાલા કેટલાક દિવસો થી તેમના વિસ્તારમાં નહિ જોવા મળતા અને સંપર્ક પણ નહીં થતા આખરે નાણાં ચુકવનાર મહિલાઓને ‘રાતા પાણી’એ રોવાનો વારો આવ્યો છે. ઠગાઈનો ભોગ બનેલી મહિલાઓએ ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથધરી ઠગ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
સસ્તી લોનના બહાને છેતરપીંડીનો ભોગ બનેલી મહિલાઓ તેમના વિસ્તારમાં એકઠી થઇ રોષ ઠાલવ્યો હતો ઠગાઈનો ભોગ બનેલ મહિલાએ તેમની સાથે છેતરપીંડી કરનાર યુવકનું નામ કીરણસિંહ ઝાલા હોવાનું અને ગોકુલધામ સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું અને સાહેબ ને લઈને આવીશ કહીં ફરાર થઇ ગયો હતો મહિલાઓએ ઠગ તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ તો નહીં કરે ની ચીંતા થઇ રહી હોવાનું જણાવ્યું હતું