વિરોધીઓને જવાબ આપવા તેજસ્વીએ ટીમ બનાવી

પટણા: ભાજપ અને જદયુ નેતાઓના નિવેદનનો જવાબ આપવા માટે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે પોતાના પ્રવકતાઓની યાદી જારી કરે છે રાજદની આ ટીમ હવે સરકારની વિરૂધ્ધ મોરચો સંભાળશે અને વિરોધીઓને જાેરદાર જવાબ આપશે
રાજદે નવી રાણનીતિ હેઠળ પ્રવકતાઓની જે ટીમ તૈયાર કરી છે તેમાં ૧૯ લોકો સામેલ છે નવા પ્રવકતાઓની યાદીમાં મનોજ ઝા અને નવલ કિશોર યાદવને રાષ્ટ્રીય પ્રવકતા બનાવવામાં આવ્યા છે તો ભાઇ વિરેન્દ્ર મુખ્ય પ્રવકતા રહેશે.શક્તિ યાદવ અને મૃત્યુજંય તિવારી રાજદના પ્રવકતા બની રહેશે પ્રવકતાઓમાં ચિતરંજન ગગનની સાથે સારિકા પાસવાનને પણ સામેલ કરવામાં આવ્યા છે જયારે એજાજ અહમદ અને રિતુ જાયસવાલને પહેલીવાર પ્રવકતા બનાવવામાં આવ્યા છે.
તેજસ્વી યાદવે તમામ પ્રવકતાઓને વિરોધીઓ દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલોનો જાેરદાર જવાબ આપવાના નિર્દેશ આપ્યા છે.આ સાથે જ રોસ્ટર અનુસાર મીડિયામાં પોતાની વાત રાખવા કહ્યું છે તેજસ્વીએ પ્રવકતાઓને કહ્યું છે કે સરકારની ખામીઓને જનતા સુધી પહોંચાડવામાં આવે આ દરમિયાન શક્તિ યાદવ,મૃત્યુંજય ગગન પ્રશાંત સારિકા સહિત નવ લોકોને તમામ દિવસે મીડિયામાં પોતાની વાત રાખવા અને ભાઇ વીરેન્દ્ર એજયા યાદવ સહિત ચાર લોકોને અઠવાડીયામાં ત્રણ દિવસ જયારે બાકીના છ લોકોને અઠવાડીયામાં બે દિવસ પોતાની વાત રાખવા માટે જણાવ્યું છે.