સંઘના સહકાર્યવાહક રહેલા ભૈયાજી જાેશી મંદિર પ્રોજેક્ટના કેરટેકર રહેશે
નવીદિલ્હી, અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રોજેક્ટ અંગેના વિવાદ સામે આવ્યા બાદ એની સત્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) પોતાના હાથમાં લઈ લીધી છે. અત્યારસુધી સંઘના સરકારી વાહક રહેલા ભૈયાજી જાેશી મંદિર પરિયોજનાના કેરટેકરની ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ ભૈયાજી જાેશીની દેખરેખ અંતર્ગત ચાલશે.
આ ર્નિણય સંઘમાં અનૌપચારિક રીતે લેવામાં આવ્યો છે. જાેકે ઔપચારિક રીતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કામગીરી સામે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે, જેના સેક્રેટરી ચંપત રાય છે. રાયને વિશ્વ હિન્દુ પરિષદમાંથી ટ્રસ્ટમાં નામાંકિત કરવામાં આવ્યા છે.
અયોધ્યામાં મંદિર નિર્માણ માટે અત્યારસુધીમાં ૩ હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્રિત કરવામાં આવી છે, પરંતુ એક અંદાજ છે કે આખા અયોધ્યાના વિકાસ માટે આ પ્રોજેક્ટ પર આશરે ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કેટલાક લોકોનું માનવું છે કે મંદિર માટે જમીન ખરીદીને લગતી ગેરરીતિના અહેવાલો સામે આવ્યા બાદ સંઘે ભૈયાજી જાેશીને આ જવાબદારી સોંપી છે.
જાેકે સંઘનું ટોચનું નેતૃત્વ માને છે કે જમીનની ખરીદીમાં કોઈ કૌભાંડ થયું નથી, પરંતુ આવા સમાચાર અને આક્ષેપો પણ ચિંતાજનક છે. સંઘ ઇચ્છે છે કે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ મંદિર નિર્માણ સંબંધિત પ્રોજેક્ટમાં કોઈ શંકા ન હોવી જાેઈએ. તાજેતરમાં આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે મંદિર નિર્માણ માટે ટ્રેસ્ટે ૨ કરોડ રૂપિયાની જમીન ૧૮ કરોડ રૂપિયાથી વધુની કિંમતે ખરીદી છે.