દુનિયાભરના અનેક હિસ્સામાં ટ્વીટર ડાઉન થવાની ફરિયાદ
નવી દિલ્હી: દુનિયાના અનેક હિસ્સામાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર ડાઉન થવાના કે યોગ્ય રીતે કામ ન કરવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ, લોકો કોઈના થ્રેડ કે ટ્વીટ નથી જાેઈ શકતા. ટ્વીટરમાં આવી રહેલી તકલીફના મોટાભાગના મામલા તેની વેબસાઇટ સાથે જાેડાયેલા છે.
ડાઉનડિટેક્ટર અનુસાર યૂઝર્સને ગુરૂવાર સવારે ૭ઃ૦૩ વાગ્યાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, પર્સનલ કોમ્પ્યૂટર પર ટ્વીટર બરાબર કામ નથી કરી રહ્યું પરંતુ કેટલાક યૂઝર્સે કહ્યું કે મોબાઇલ એપમાં આ સાઇટ બરાબર કામ કરી રહી છે. ડાઉનડિટેક્ટર અનુસાર, ૬૦૦૦થી વધુ યૂઝર્સે કાલ મોડી રાતથી ટ્વીટરમાં આવતી મુશ્કેલી વિશે રિપોર્ટ કર્યો. વેબસાઇટ મુજબ કુલ રિપોર્ટમાં લગભગ ૯૩ ટકા ટ્વીટર વેબસાઇટ સંબંધિત છે.
મોટાભાગના યૂઝર્સની ફરિયાદ છે કે તેઓ ટાઇમલાઇનથી જાેઈ શકતા. સાથોસાથ કોઈ રિપ્લાય કે ટ્વીટર થ્રેડ લીડ થવામાં મુશ્કેલી આવી રહી છે. આવું થતાં ટ્વીટરની વેબસાઇટ રિટ્રાય કરવાના નિર્દેશ આપી રહી હતી. જાેકે ટ્વીટર તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા હજુ સુધી નથી આવી. અનેક યૂઝર્સની ફરિયાદ છે કે તેઓ પોતાની ટાઇમલાઇન થ્રેડ નથી કરી શકતા. તો કેટલાક યૂઝર્સનું કહેવું છે કે કોઈ ખાસ પોસ્ટને તેઓ એક્સેસ નથી કરી શકતા.