ભરૂચમાં વેકસીનેશન માટે ધસારો : ૧૦૦ વેકસીન ડોઝની ક્ષમતા સામે વેકસીન લેનારાની સંખ્યા વધારે
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: રસીકરણના દરેક તબક્કામાં વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર હોવાનો દાવો ગુજરાત સરકાર કરી રહી છે.ત્યારે ભરૂચના વેકસીનેશન સેન્ટર પર ૧૦૦ ડોઝની ક્ષમતા સામે ભારે ભીડ ઉમટી રહી છે તેમાં પણ ઓનલાઈનને પ્રધાન્યતા આપવાના કારણે ભારે હોબાળો મચી રહ્યો છે. ગુજરાતમાં હાલ પુરજોશમાં ચાલી રહેલા કહેવાતા વેકડીનેશન સામે ભરૂચ જીલ્લાના ૫૫ સેન્ટર ઉપર ૧૦૦ ની ક્ષમતા સાથે વેકસિન કામગીરી હાથ ધરાય હતી. શરૂઆત માં કઈક નિષ્ક્રિય રહેલા કે ભય ના કારણે રસી મુકાવવાથી દૂર રહેલા લોકો ના હવે જગૃતતા આવી છે. ત્યારે હવે પૂરતા પ્રમાણ માં વેકસીન નો જથ્થો ઉપલબ્ધ નથી થઈ રહ્યો હોવાની બુમો ઉઠી રહી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત અનેક સેન્ટરો પર વેક્સીનના ડોઝ માત્ર ૧૦૦ ફાળવવામાં આવી રહ્યા છે.તે સામે વહેલી સવાર થી જ લોકો વેકસિન માટે ઉમટી રહ્યા છે.જેથી કેટલાયે લોકો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સીન માટેની લાંબી કતારો લાગી હતી.સાથે અન્ય સેન્ટરો પર પણ વેક્સીન લેવા માટે લોકોની લાંબી કતારો થઇ રહી છે સરકારની ગાઇડલાઇન મુજબ લોકો વેક્સીન લેવા તો આવી રહ્યા છે
પરંતુ લોકોની સંખ્યા સામે વેક્સીનેશનો જથ્થો અપૂરતો હોય છે.જેથી ૧૮ કે તેથી વધુના ઉંમર ના લોકોને લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ વેકસીનનો જથ્થો પૂરો થઇ જતા ધક્કા ખાવાના વારા આવતા હોય છે.ત્યારે તંત્ર ના આયોજન સામે અનેક સવાલો ઉભા થાય છે.
ભરૂચની સરકારી હોસ્પિટલની જ વાત કરીએ તો માત્ર ૧૦૦ જ વેક્સીનના ડોઝ ઉપલબ્ધ હતા.જેની સામે વેક્સીન લેનારાઓની સંખ્યા ઘણી વધારે હતી.આમ વૃદ્વ લોકોને પણ હેરાનગતિ થતી હોય છે અને લાંબી લાંબી કતારો માત્ર ૧૦૦ ડોઝને કારણે લોકોની ભીડ એકત્ર થતા સિવિલ હોસ્પીટલમાં જ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા સ્પષ્ટ પણે જોવા મળી રહ્યા હતા.
વેપારી વર્ગ સહિત તમામ માટે વેકસિન મુકાવવાનું ફરજીયાત કરવામાં આવી રહ્યું છે ત્યારે તે સામે લોકો ને વેકસિન પણ સરળતાથી મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે તે જરૂરી છે.