ઓસ્ટ્રેલિયામાં ડેલ્ટા વેરિયન્ટને રોકવા માટે યોગી મોડલની પ્રશંસા કરાઇ

નવીદિલ્હી: કોરોના વાયરસને મ્હાત આપવા માટે યુપીની યોગી સરકારનું મોડેલનો ડંકો ઓસ્ટ્રેલિયામાં સુધી વાગ્યો છે. ઓસ્ટ્રેલિયન સાંસદ ક્રેગ કેલીએ યુપી મોડેલની પ્રશંસા કરી છે. તેમણે ટિ્વટ કર્યું કે યોગી સરકારે ડેલ્ટા વેરિઅન્ટને રોકવા માટે કડક નીતિ અપનાવી છે. યુપીએ યુકે કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે.
ક્રેગે કહ્યુ હતુ કે, યુપીની વસી ૨૩ કરોડ છે અને યુપીએ આઈવરમેક્ટિનનો ઉપયોગ કરીને કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ સામે જંગ જીતી લીધો છે. આજે યુપીમાં માત્ર ૧૮૨ નવા કેસ સામે આવ્યા છે. તેની સામે યુકેની વસતી ૬.૭ કરોડ છે. યુકેમાં આઈવરમેક્ટિનને રિજેક્ટ કરવામાં આવી છે અને વેક્સીન પર ભરોસો કરવામાં આવ્યો છે. આજે યુકેમાં કોરોનાના ૨૦૪૦૦ એક્વિટ કેસ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ યોગી સરકારના કોરોના મેનેજમેન્ટના વખાણ કર્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલા માઈક્રો મેનેજમેન્ટની પ્રશંસા કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યુ હતુ કે, સરકારે રાજ્યના ૭૫ જિલ્લાઓમાં ઘરે ઘરે તપાસ કરવાની તેમજ મેડિકલ કિટ પહોંચાડવાનુ કામ કર્યુ હતુ. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને જાેતા યુપી સરકારે આક્રમક રણનીતિ અપનાવી છે. યુપીમાં મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યુ છે અને તે ૩૧ જુલાઈ સુધી ચાલવાનુ છે.
જેમાં લોકોને ચેપી રોગો પ્રત્યે સંવેદનશીલ કરતી વખતે નિવારણ અને નિવારણ માટે જાગૃતિ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. એન્સેફાલીટીસને નિયંત્રિત કરવા માટે ૧૨ થી ૨૫ જુલાઇ સુધી દસ્તક અભિયાન ચલાવવામાં આવશે. દસ્તક અભિયાનમાં મોનિટરિંગ સમિતિઓ ઘરે ઘરે જશે. તે જ સમયે, ફ્રન્ટ લાઈન કાર્યકરો, આશા, આંગણવાડી કાર્યકરો આ અભિયાનમાં સહકાર આપશે. બાળકો માટે બનાવેલી મેડિસિન કીટ ઉપરાંત અન્ય રોગોમાં પણ મફત દવાઓ આપવામાં આવશે.