પિતાએ ત્રણ બાળકોને આઈસ્ક્રીમમાં ઉંદર મારવાની દવા ભેળવી દીધી, એકનું મોત

મુંબઇ: મુંબઈમાં એક પિતાએ તેનાજ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો છે. બાળકના પિતાનો તેની માતા સાથે ઝઘડો થયો હતો જે વાતનો ગુસ્સો રાખીને પિતાએ બાળકોને આઈસ્ક્રિમમાં ઝેર નાખીને ખવડાવી દીધું.
આ બનાવ સામે આવ્યો છે માયાનગરી મુંબઈમાં જ્યા પતિ પત્નીના ઝઘડામાં તેમના એક બાળકને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. પતિનો પત્ની સાથે ઝઘડો થયો હતો, જે બાબતે પતિને ગુસ્સો આવ્યો હતો, જે ગુસ્સો તેણે તેનાજ બાળકો પર ઉતાર્યો. સાંભળીને તમને નવાઈ લાગશે કે તેણે પોતાના બાળકોને આઈસ્ક્રીમમાં ઉંદર મારવાની દવના નાખીને ખવડાવી દીધી.
ઝેર વાળો આઈસક્રીમ ખાવાને કારણે ૬ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે અન્ય બે બાળકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ ગત ૨૫ જૂનના રોજ બન્યો હતી. જે બાળકનું મોત થયું છે તે બાળકનું નામ આલીશાન હોવાનું સામે આવ્યું છે અને મુંબઈના સિયોન હોસ્પિટલમાં તે બાળકનું મોત થયું હતું. પોલીસને જ્યારે આ મામલે જાણ થઈ ત્યારે પોલીસે હત્યારા પિતા નૌશાદ અંસારી સામે હત્યા અને હત્યાના ગુનાનો કેસ દાખલ કર્યો છે. હત્યારો પિતા તેના પરિવાર સાથે માનખુર્દોના સાઠે નગરમાં રહેતો હતો. જાેકે હત્યાને અંજામ આપીને નૌશાદ અંસારી ફરાર થઈ ગયો છે.
બાળકોની માતા નાજિયા બેગમની પોલીસે જ્યારે પૂછપરછ કરી તો તેની પૂછપરછમાં સામે આવ્યું કે જે દિવસે આ બનાવ બન્યો હતો તે દિવસે તેના પતિ જાેડે રૂપિયાને લઈને માથાકૂટ થઈ હતી. જેથી તે ૨૫ જૂને ઘર છોડીને તેની બહેનના ઘરે રહેવા જતી રહી હતી. ત્યારબાદ બાળકોના પિતા તેના બાળકોને લઈને આઈસ્ક્રિમ ખાવા લઈ ગયો. જ્યા તેણે આઈસ્ક્રિમમાં ઉંદર મારવાની દવા નાખીને બાળકોને ખવડાવી દીધી હતી.
બાળકો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમના પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. તેજ સમયે તેંમની માતા ઘરે આવી અને બાળકોને હોસ્પિટલ લઈ ગઈ હતી. તે સમયે બાળકોની માતાએ ડૉક્ટરોને ખોટી માહિતી આપી કે બાળકો ભૂલથી ઉંદર મારવાની દવા ખાઈ ગયા છે. પરંતુ જ્યારે તેના એક બાળકનું મોત થયું ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. પોલીસે હાલ બંને બાળકોનું નિવેદન લીધું છે. જાેકે તે બંન્ને પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.