ગુજરાત યુનિવર્સિટીની ટ્યુશન અને પરીક્ષા ફી સિવાયની અન્ય ફી માફ કરવા ABVPની માગ
અમદાવાદ: નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. કોલેજમાં પણ ફી લેવાની શરૂઆત થઈ છે ત્યારે કોરોનાની મહામારીનો ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પાસેથી માત્ર ટ્યુશન અને પરીક્ષા ફી લેવી તથા અન્ય ફી માફ કરવા માટે દ્વારા માંગણી કરવામાં આવી છે. ફી માફ નહીં કરવામાં આવે તો છમ્ફઁ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉનના લીધે વિદ્યાર્થીઓ તથા તેમના પરિવાર આર્થિક તંગી અનુભવી રહ્યા છે. જ્યારે કોલેજાેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા અન્ય વિવિધ પ્રકારની સુવિધાઓનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી રહ્યા નથી. છતાં તેમની પાસેથી વિવિધ પ્રકારની “અન્ય” ફી ઉઘરાવવામાં આવી રહી છે. તેથી વિદ્યાર્થી પરિષદે કરે છે કે, આવનારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન આ પ્રકારની ફી માફ કરવામાં આવે અને કોલેજાે-ભવનો દ્વારા ફક્ત ટ્યુશન ફી અને પરીક્ષા ફી જ લેવામાં આવે.
યુનિવર્સિટી સ્થિત દ્ભજીજીમ્સ્માં ઘણા વિદ્યાર્થીઓએ ઈવન સેમની ફી ભરી નથી માટે વિદ્યાર્થી હિતમાં ફી ભરવાની તારીખ લંબાવવામાં આવે. ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા વિદ્યાર્થી હિતમાં રજૂઆતના મુદ્દા ધ્યાનમાં લઈ જાે કોઈ ર્નિણય નહીં કરવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવશે.