Western Times News

Gujarati News

ચાલતી ટ્રેનથી પડતાં યુવકને પોલીસના જવાને બચાવ્યો

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઇના બોરીવલી રેલ્વે સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતારતા પડી ગયો હતો. વીડિયોમાં જાેઇ શકાય છે કે, આ ઘટના બની ત્યારે ટ્રેન સ્પીડમાં હતી. જ્યારે તે વ્યક્તિ નીચે ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં અટવાઈ ગયો. આ દરમિયાન રેલ્વે પોલીસ દળ જવાનની નજર વ્યક્તિ તરફ ગઈ. તેણે તરત જ દોડીને તે માણસને બચાવ્યો. જાે થોડું પણ મોડું થઇ જાત તો વાત કાંઇક અલગ જ હોત. આ ઘટના ૨૯ જૂનની છે. આ સંદર્ભે, સેન્ટ્રલ રેલ્વેએ પણ નિવેદન જારી કર્યું છે.

સેન્ટ્રલ રેલ્વેએ કહ્યું કે, આરપીએફના કોન્સ્ટેબલે ૨૯ જૂને મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે પડી ગયેલા મુસાફરની જીંદગી બચાવી હતી. મુસાફરે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યાની નજીક હતો ત્યારે જ કોન્સ્ટેબલે તેને ઉપર ખેંચ્યો હતો. ગયા મહિને પણ બિહારના ગયા જિલ્લામાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો હતો. અહીં આરપીએફના એક એએસઆઈએ મુસાફરોનો જીવ બચાવ્યો હતો. ગયા જંક્શનના પ્લેટફોર્મ ૩ પર મૂવિંગ ટ્રેનમાં સવાર હતા ત્યારે મુસાફરનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે થોડેક અંતરે ખેંચાયો હતો.

જાેકે, મુસાફરે તેનો એક હાથ ટ્રેનના દરવાજાના હેન્ડલથી પકડ્યો. આ દરમિયાન, જ્યારે પ્લેટફોર્મ પર તહેનાત આરપીએફ અધિકારીની નજર પડી ત્યારે તે તાત્કાલિક જ એક્શનમાં આવ્યો. એએસઆઈએ દોડીને તે યાત્રીને પકડ્યો અને તેને પ્લેટફોર્મ તરફ ખેંચ્યો અને આ રીતે તેનો જીવ બચ્યો હતો. આ પહેલા પણ, સેન્ટ્રલ રેલ્વેના એક મોટરમેને સમયસર ટ્રેન રોકીને ૭૯ વર્ષીય વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

આ કેસમાં વૃદ્ધ થાણે જિલ્લાના વિઠ્ઠલવાડી સ્ટેશન પર પાટા ઉપર કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગયા મહિને, એક મુસાફર લોકમાન્ય તિલક ટર્મિનસ પર મૂવિંગ ટ્રેનમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જાેકે, તે વ્યક્તિ સફળ થયો નહીં અને તે પ્લેટફોર્મ પર પડ્યો. આરપીએફના મિલિંદ પાથરે ઘટનાસ્થળે હાજર હતા. તેમણે મુસાફરોને કોઈ પણ સમય ગુમાવ્યા વિના ગંભીર અકસ્માતથી બચાવી લીધો. આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.