Western Times News

Gujarati News

ચેન્નઈમાં પેટ્રોલનો લીટરનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલની કિંમતોમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલનો ભાવ વધાર્યો છે. જાેકે, ડીઝલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ૩૫ પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. કોલકાતામાં ૪૦ પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ ૯૯.૧૬ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. ડીઝલ ૮૯.૧૮ રૂપિયા પ્રતિ લીટર પર જ છે. નોંધનીય છે કે, એક રિપોર્ટ આવી રહ્યો છે કે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધવાની છે. જેથી દેશમાં કિંમતોમાં સમયાંતરે વધારો જાેવા મળી રહ્યો છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં હળવી રાહત જાેવા મળી છે.
નોંધનીય છે

છેલ્લા દોઢ મહિનાથી સતત વધારા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં કિંમતો ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ ૧૦૫ રૂપિયાથી વધારે છે. પટના, ભોપાલ, રાજસ્થાન, જયપુર સહીત અનેક રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલ ૯૯.૧૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૧૮ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ ૧૦૫.૨૪ રૂપિયા અને ડીઝલ ૯૬.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૧૦૦.૧૩ રૂપિયા અને ડીઝલ ૯૩.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ ૯૯.૦૪ રૂપિયા અને ડીઝલ ૯૨.૦૩ રૂપિયા પ્રતિ લીટર છે. છેલ્લા ઘણા દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા લોકો ભારે પરેશાન છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.