“હંગામા ૨” ૨૩ જુલાઈએ OTT ઉપર રિલીઝ થશે

મુંબઈ: બોલિવૂડની કોમેડી ફિલ્મ “હંગામા ૨”નું ટ્રેલર રિલીઝ થયું છે. ફરી એકવખત સંબંધોમાં ગૂંચવણના કારણે ભાગદોડ થતી આ ટ્રેલરમાં જાેવા મળી રહી છે. ૧૮ વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ હંગામા બાદ હવે ડિરેક્ટર પ્રિયદર્શન હંગામા ૨ લઈને આવી રહ્યા છે. હંગામા ૨માં એક્ટર પરેશ રાવલ ફરી એકવખત રાધેશ્યામ તિવારીની ભૂમિકામાં છે. જ્યારે આ વખતે તેમની પત્નીના રોલમાં શિલ્પા શેટ્ટી છે. હંગામા ૨નું ટ્રેલર જાેતાં જ લાગી રહ્યું છે
આ વખતે તેમાં વધુ કોમેડી ગૂંચવણ જાેવા મળશે. દર્શકો હંગામા ૨નું ટ્રેલર ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તારીખ ૨૩ જુલાઈ, ૨૦૨૧ના દિવસે હંગામા ૨ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મમાં પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટી સિવાય મિઝાન જાફરી, પ્રનિતા સુભાષ, આશુતોષ રાણા, ટીકુ તલસાણિયા અને રાજપાલ યાદવ જેવા કલાકારો પણ જાેવા મળશે. એવું પણ જાણવા મળ્યું છે કે હંગામા ૨માં અક્ષય ખન્નાનો કેમિયો પણ છે.
હંગામા ૨માં એક બાળકની આસપાસની કહાણી છે કે જેના કારણે સમગ્ર ગૂંચવણ ઊભી થાય છે. આ બાળકનો પિતા કોણ છે તે મુદ્દે હંગામા ૨ના ટ્રેલરમાં ગૂંચવણ જાેવા મળી રહી છે.
હંગામા ૨થી શિલ્પા શેટ્ટી ૧૪ વર્ષ પછી ફિલ્મોમાં કમબેક કરી રહી છે. તે છેલ્લે ફિલ્મ અપનેમાં જાેવા મળી હતી. હંગામા ૨માં શિલ્પા શેટ્ટી તેના પોપ્યુલર ગીત ચુરા કે દિલ મેરા પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે જ્યારે તેણે હંગામા ૨ની સ્ક્રિપ્ટ વાંચી તો તે હસતી જ રહી હતી. તે પરેશ રાવલ અને પ્રિયદર્શન સાથે કામ કરવા ઉત્સુક હતી. આ ફિલ્મ તેના માટે ખાસ છે.