ડરામણા અવતારમાં જાેવા મળી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી
મુંબઈ: શિલ્પા શેટ્ટીએ ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર ૪’ના સેટ પર ભૂતનો વેશ ધારણ કરીને સૌને ડરાવ્યા હતા. શિલ્પા શેટ્ટીનો આ ડરામણો અવતાર તમને શોના આગામી એપિસોડમાં જાેવા મળશે. શિલ્પા શેટ્ટીનો આવો અવતાર તમે ક્યારેય નહીં જાેયો હોય. પહેલી નજરે તો કોઈપણ આ ભૂતને જાેઈને ડરી જાય. ભૂત તરીકે શિલ્પાનો મેકઅપ પણ એટલો જબરદસ્ત છે કે કોઈને અંદાજાે ના આવે કે આ એક્ટ્રેસ કોણ છે? શિલ્પાના આ ડરામણા અવતારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સુપર ડાન્સરની કન્ટેસ્ટન્ટ ખુશીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શિલ્પાના આ પ્રેન્કનો વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં શિલ્પા શેટ્ટી કોરિયોગ્રાફર વૈભવ ગુગેને ડરાવતી જાેવા મળે છે. વિડીયો શેર કરતાં લખવામાં આવ્યું છે, “શિલ્પા શેટ્ટી મેડમે વૈભવ સરનો જીવ કાઢી નાખ્યો?? હા…હા….હા…હા…મજા આવી ગઈ.” આ વિડીયો શિલ્પા ખરેખર ડરામણી લાગી રહી છે. આ ઉપરાંત ચેનલ દ્વારા પણ એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં શિલ્પા શેટ્ટીનો ભૂત તરીકેનો મેકઅપ કેવી રીતે થાય છે તેની ઝલક બતાવાઈ છે. મેકઅપ પૂરો થયા બાદ શિલ્પા શેટ્ટી પણ પોતાને અરીસામાં જાેઈને ડરી જાય છે! શિલ્પાનો આ પ્રેન્ક જાેઈને અનુરાગ, ગીતા અને અનુ કપૂર સહિતના સૌ કોઈ હસીને લોટપોટ થઈ જાય છે.
આ તો હતો શિલ્પા શેટ્ટીનો ભૂત અવતાર પણ આ એપિસોડમાં તે રેટ્રો લૂકમાં જાેવા મળશે. શિલ્પાએ આ લૂકની પ્રેરણા એક્ટ્રેસ સાધના અને મમ્મી સુનંદા કુંદ્રા પાસેથી લીધી છે. રેટ્રો લૂકની શિલ્પાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પીઢ અભિનેતા અનુ કપૂર આ શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે જાેવા મળશે. આ એપિસોડની થીમ સિનેમાના સુવર્ણ કાળને સમર્પિત છે. આ ખાસ એપિસોડ માટે શિલ્પાના કો-જજ ગીતા કપૂર અને અનુરાગ બાસુ પણ રેટ્રો ડ્રેસમાં જાેવા મળશે. એક ઈન્ટરવ્યૂમાં શિલ્પા શેટ્ટીએ એપિસોડ વિશે જણાવ્યું, “મને આ એપિસોડના શૂટિંગમાં અમે ખૂબ મજા કરી છે, જેને હું શબ્દોમાં નથી વર્ણવી શકતી.