મિત્રો સાથે હળવા મૂડમાં જાેવા મળી જાહ્નવી કપૂર

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે તાજેતરમાં પોતાના રજાના દિવસોની અમુક જૂની તસવીરો શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા અભિનેત્રીએ લખ્યું છે કે વાઇલ્ડફ્લાવર વાઇલ્ડફ્લાવર. જાહ્નવીએ શેર કરેલી તસવીરોમાં ગુંજન સક્સેના અને ધ કારગીલ ગર્લના દિગ્દર્શક શરણ શર્મા પણ નજરે પડી રહ્યા છે.
જાહ્નવી કપૂર તાજેતરમાં જ હૉરર-કૉમેડી ફિલ્મ ‘રુહી’માં નજરે પડી હતી. આ ફિલ્મ દેશભરમાં સિનેમાઘરોને પૂરી ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી મળ્યા બાદ રિલીઝ થનારી પ્રથમ મોટી હિન્દી ફિલ્મ હતી. કોરોનાને પગલે દેશના તમામ સિનેમાઘરોને બંધ કરી દેવામાં આવ્યા હતા.
જાહ્નવી કપૂર આનંદ એલ રાયની ફિલ્મ ગુડ લક જેરીનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે. હાલ તેની પાસે કરણ જાેહરની દોસ્તાના-૨ ફિલ્મ છે. આ ફિલ્મ ૨૦૦૮માં રિલિઝ થયેલી ફિલ્મની સિક્વલ છે. દોસ્તાનામાં પ્રિયંકા ચોપડા, અભિષેક બચ્ચન અને જૉન અબ્રાહમે કામ કર્યું હતું.