કૃષ્ણનગરઃ રૂપિયાની લેતી દેતીના મામલે બે શખ્શોએ પિતા પુત્રને ચાકુના ઘા ઝીંક્યા
અમદાવાદ : ક્રિષ્ણાનગર વિસ્તારમાં દુકાનદારને લેણુ ચુકવવાના મામલે બે શખ્શોએ બાપ દીકરા ઉપર છરી વડે હુમલો કરતા બંનેને હોસ્પીટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.
પોલીસે ખૂનની કોશીશનો ગુનો દાખલ કરી બંને આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. સરોજબેન પટેલ ઠક્કરનગર ખાતે મહાકાળી દુગ્ધાલય નામે ડેરી ચલાવે છે જયદીપ ઉર્ફે જેડી ખેંગારભાઈ દેસાઈ નામના શખ્શ પાસેથી રૂપિયાની ઉધરાણી બાકી હોઈ સરોજબેને ગઈ કાલે તેના મિત્ર ભાવેશને આ અંગે કહ્યુ હતુ જેથી ભાવેશે જયદીપ સાથે વાત કરાવી હતી બાદમાં આશરે બાર વાગ્યે જયદીપ તેની સાથે અન્ય શખ્શ લઈ આવ્યો હતો અને સરોજબેન સાથે ઝઘડો કરી તેમને ગડદાપાડુ નો માર માર્યો હતો.
બુમાબુમ સાંભળી સરોજબેનના પતિ વિનોદભાઈ તથા પુત્ર મંથન તેમને છોડાવવા વચ્ચે પડતા બંને શખ્શો તેમને પણ ઢોર માર માર્યો હતો ઉપરાંત જયદીપે પોતાની પાસેનુ ચપ્પુ કાઢી વિનોદભાઈ ઉપર છાપરી ધા પેટમાં ઝીકી દીધા હતા અને મથન ઉપર પણ ચપ્પુ વડે હુમલો કરતા બાપ દીકરા બંને લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા સરોજબેને કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ આવે તે પહેલા જ જયદીપ તથા અન્ય શખ્સ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ બંને પિતા પુત્રને પહેલા ખાનગી હોસ્પીટલમાં બાદમા સિવિલમાં સારવાર માટે લવાયા હતા પોલીસે ખૂનની કોશીશનો ગુનો નોધી બંનેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં વ્યાજખોરોના આંતકથી કેટલાક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે કેટલાક પરિવારોએ પોતાના મોભી પણ ગુમાવી દીધા છે
વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે પરંતુ નકકર કાર્યવાહીના અભાવે વ્યાજખોરો હવે બેફામ બની ગયા છે અને નાની એવી રકમમાં પણ હિંસક હુમલા કરવા લાગ્યા છે ક્રષ્ણનગરની આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે.