પેટભર ભોજન ભેગુ કરવુ દેશ માટે મોટો પડકારઃ ઈમરાન ખાને સ્વીકાર્યુ
ઇસ્લામાબાદ: આર્થિક સંકટથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અંતે સત્ય સ્વીકાર્યુ છે. ઈમરાને માન્યુ કે હાલના સમયમાં દેશને પેટ ભરવાનું પણ સંક્ટ છે. ગુરુવારે એક કાર્યક્રમમાં બોલતા પીએમે કહ્યુ કે ખાદ્ય સુરક્ષા પાકિસ્તાન માટે સૌથી મોટો પડકાર છે અને લોકોને જમવાની અછતથી બચાવવા માટે આ પગલુ ભરવુ જરુરી છે.
પાકિસ્તાની અખબાર ડોનના રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી ઈમરાન ખાને દેશના બાળકોના કુપોષિત હોવાની વાત સ્વીકારી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં ૪૦ ટકા બાળકો કુપોષણનો શિકાર છે. ઈસ્લામાબાદમાં ખેડૂતોના એક સમ્મેલનને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું કે ખાદ્ય સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા છે અને આ દિશામાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશની સામે અનેક નવા પડકારો છે અને સૌથી મોટો પડકાર ખાદ્ય સુરક્ષા છે.
ઈમરાન ખાને એમ કહ્યુ તે તેજીથી વધતી વસ્તીની જરુરિયાતને પુરી કરવા માટે તૈયાર રહેવાની જરુર છે. પીએમ ખાને કહ્યું કે પૌષ્ટિક આહાર નહીં મળવાના કારણે ૪૦ ટકા બાળકોનું કદ નથી વધી રહ્યું અને ન તો તેમનું દિમાગ વિકસી રહ્યું છે. ખાદ્ય સુરક્ષાને રાષ્ટ્ર સુરક્ષા ગણાવતા પીએમે કહ્યું કે શુદ્ધ દૂધની ઉપલબ્ધતા પણ બાળકોના વિકાસ માટે એક મહત્વનો મુદ્દો છે.
પાકિસ્તાની પ્રધાનમંત્રીએ કહ્યું કે જાે દેશ એવો જ રહ્યો છે જેવો હાલ છે તો ખાદ્ય સુરક્ષાનો મુદ્દો બની દશે. જાે કોઈ દેશ પોતાના લોકોને સારુ ભોજન નથી આપી શકતો તો તે ક્યારેય આગળ નથી વધી શકતો. તેમણે કહ્યું કે જે દેશ પોતાની જનતાને પુરતુ ભોજન ન આપી શકે તેને સજા આપવી જાેઈએ. હવે એ ધ્યાન આપવા જેવી બાબત છે કે પાકિસ્તાનના લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે એટલે કે પેટ ભરીને પાણી આપવામાં પણ ઈમરાન સરકાર નિષ્ફળ રહી છે તો શું તે પોતાને સજા આપશે.