Western Times News

Gujarati News

ઈસ્લામાબાદમાં ભારતીય હાઇકમીશનની અંદર ડ્રોન દેખાયું, ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

Files Photo

ઈસ્લામાબાદ: પાકિસ્તાન સ્થિત ઈસ્લામાબાદમાં ભારતીય હાઇકમીશનના કેમ્પસમાં ડ્રોન જાેવા મળ્યું. ભારતે આ સુરક્ષાના ઉલ્લંઘનનો આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇકમીશનમાં આ ડ્રોન એવા સમયે જાેવા મળ્યું છે જ્યારે ભારતમાં જમ્મુ-કાશ્મીર સ્થિત વાયુસેના એરપોર્ટ પર બે ડ્રોનથી હુમલો થયો. આ હુમલા બાદ પણ સતત ડ્રોન દેખાયાના બનાવો સામે આવી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનમાં ભારતીય મિશનની અંદર ડ્રોન જાેવા મળવાની ઘટના બની છે. મિશનની અંદર ડ્રોનની ઉપસ્થિતિ ત્યારે હતી જ્યારે એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ઘટના શનિવાર (૨૬ જૂન)ની છે. નોંધનીય છે કે, આ જ સમયે જમ્મુમાં ભારતીય વાયુસેનાના એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો હતો.

બીજી તરફ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ આંતરરાષ્ટ્રીય સરહદથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક સંદિગ્ધ પાકિસ્તાની ડ્રોન પર શુક્રવારે ગોળીઓ વરસાવી હતી. અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે બીએસએફના સતર્ક જવાનોએ વહેલી પરોઢે ૪ઃ૨૫ વાગ્યે જમ્મુના બહારના ક્ષેત્રમાં સ્થિત અરનિયા સેક્ટરમાં સંદિગ્ધ ડ્રોન જાેવા મળ્યું. તેને તોડી પાડવા માટે મ્જીહ્લના જવાનોએ અડધો ડઝન ગોળીઓ વરસાવી ત્યારબાદ ડ્રોન પાકિસ્તાન તરફ પરત ફરી ગયું.

બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે, જવાનોએ અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના એક નાના ડ્રોન પર ગોળીબાર કર્યો. ગોળીબારના કારણે ડ્રોન તાત્કાલીક પરત જતું રહ્યું. તેમણે જણાવ્યું કે, ડ્રોન વિસ્તારનું પેટ્રોલિંગ કરવા માટે આવ્યું હતું.

નોંધનીય છે કે, રવિવારે ભારતીય વાયુસેનાના સ્ટેશન પર ડ્રોન હુમલા બાદથી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળ હાઇ અલર્ટ પર છે. ત્યારે જમ્મુ એરપોર્ટ પરિસરમાં આવેલા એરફોર્સ સ્ટેશન પર વિસ્ફોટકો સાથેના ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે આવું પહેલીવર થયું છે જ્યારે પાકિસ્તાનના સંદિગ્ધ આતંકવાદીઓએ હુમલામાં માનવરહિત ગેજેટ્‌સનો ઉપયોગ કર્યો છે.

ત્યારબાદ સોમવાર, મંગળવાર અને બુધવારે પણ જમ્મુના વિવિધ વિસ્તારોમાં રાતના સમયે મહત્ત્વપુર્ણ સૈન્ય પ્રતિષ્ઠાનો ઉપર ડ્રોન ઉડતા જાેવા મળ્યા હતા. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગ ના વિસ્તારમાં ડ્રોન જાેવા મળ્યું હોય એવી ઘટના ઘટી છે. ડ્રોન હાઈ કમિશનના વિસ્તારમાં એવા સમયે દેખાયું કે જ્યારે ત્યાં મિશનની અંદર એક કાર્યક્રમ ચાલુ હતો. તેનાથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન ભારતીય ઉચ્ચાયોગ પર નિગરાણીની કોશિશ કરી રહ્યું છે.

અત્રે જણાવવાનું કે જમ્મુમાં એરફોર્સ સ્ટેશનમાં ટેક્નિકલ વિસ્તારમાં રવિવારે સવારે ૨ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટ ઓછી તીવ્રતાવાળા હતા અને તેમાં ડ્રોનનો ઉપયોગ થયો હોવાની વાત સામે આવી હતી. એક વિસ્ફોટથી એક ઈમારતની છતને મામૂલી નુકસાન થયું છે. જ્યારે બીજાે વિસ્ફોટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો. ડ્રોનની ઘટનાઓ સામે આવતા ભારતે સતર્કતા વધારી દીધી છે. જ્યારે જમ્મુમાં ડ્રોન જાેવા મળવાની અનેક ઘટનાઓ સામે આવી છે.

જમ્મુ એરફોર્સ સ્ટેશનમાં વિસ્ફોટ થયા બાદથી ડ્રોન જાેવા મળવાની ઘટના વધી ગઈ છે. વિસ્ફોટના બીજા દિવસે જમ્મુના કુંજવાની સ્થિત કાલુચક અને રત્નુચક વિસ્તારમાં સેનાના બ્રિગેડ હેડક્વાર્ટર ઉપર સતત બે દિવસ ડ્રોન મંડરાતા જાેવા મળ્યા હતા. ત્યારબાદ બુધવારે પણ દાલ સરોવર પાસે એક ડ્રોન જાેવા મળ્યું હતું. શુક્રવારે એટલે કે આજે પણ જમ્મુના અરનિયા સેક્ટરમાં ઈન્ટરનેશનલ બોર્ડર પર એક વાર ફરીથી પાકિસ્તાની ડ્રોન જાેવા મળ્યું હતું. જાે કે સુરક્ષાદળોની સતર્કતા અને ફાયરિંગ બાદ તે ડ્રોન ગાયબ થઈ ગયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.