કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, મોતનાં મામલે બ્રાઝિલે ભારતને પાછળ છોડ્યુ
નવીદિલ્હી: કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસો વધીને ૧૮.૧૭ કરોડ થયા છે, જ્યારે આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને ૩૯.૩ લાખ થઈ ગયો છે.
સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે હાલનાં વૈશ્વિક કેસો અને મૃત્યુની સંખ્યા ક્રમશ ૧૮,૧૭,૫૦,૪૨૨ અને ૩૯,૩૬,૪૬૩ પર પહોંચી ગઈ છે. સીએસએસઈ અનુસાર, અમેરિકા સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત દેશ છે. અહી સૌથી વધુ કેસ અને મૃત્યુ ક્રમશ ૩,૩૬,૫૧,૮૭૦ અને ૬,૦૪,૪૫૭ છે. વળી જાે સંક્રમણની વાત કરીએ તો ભારત વિશ્વમાં ૩,૦૩,૧૬,૮૯૭ કેસ સાથે બીજા સ્થાન પર છે. ત્યારે ૩ લાખથી વધારે કેસોવાળા અન્ય સૌથી પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ (૧,૮૫,૧૩,૩૦૫), ફ્રાન્સ (૫૮,૩૫,૮૮૫), રશિયા (૫૪,૨૮,૯૬૧), તુર્કી (૫૪,૨૦,૧૫૬), યુકે (૪૭,૯૧,૬૨૮), આજેર્ન્ટિના (૪૪,૪૭,૭૦૧), ઇટાલી (૪૨,૫૯,૧૩૩), કોલમ્બિયા (૪૨,૫૯,૧૩૩), કોલમ્બિયા (૪૨,૫૯,૧૩૩), સ્પેન (૩૭,૯૯,૭૩૩), જર્મની (૩૭,૩૫,૩૯૯) અને ઇરાન (૩૧,૯૨,૮૦૯) છે. મૃત્યુનાં સંદર્ભમાં, બ્રાઝિલ ૫,૧૫,૯૮૫ મૃત્યુ સાથે બીજા ક્રમે છે. ભારતમાં (૩,૯૭,૬૩૭), મેક્સિકો (૨,૩૨,૬૦૮), પેરુ (૧,૯૧,૮૯૯), રશિયા (૧,૩૨,૩૧૪), યુકે (૧,૨૮,૩૯૦), ઇટાલી (૧,૨૭,૫૪૨), ફ્રાંસ (૧,૧૧,૨૩૦) અને કોલમ્બિયા (૧,૦૫,૯૩૪) માં ૧,૦૦,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
દેશમાં કોરોનાની બીજી લહેર શાંત તો થઇ ગઇ છે. તે સાથે જ હવે ત્રીજી લહેર આવતા સમયમાં આવશે તેવી ચર્ચાએ જાેર પકડ્યુ છે. જણાવી દઇએ કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ નાં ૪૫,૯૫૧ નવા કેસ નોંધાયા છે અને ૮૧૭ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૩,૦૩,૬૨,૮૪૮ થઈ છે અને મૃત્યુઆંક ૩,૯૮,૪૫૪ પર પહોંચી ગયો છે. કોરોના વાયરસનાં એક્ટિવ કેસ ૧.૭૭ ટકા છે. રિકવરી દર વધીને ૯૬.૯૨ ટકા અને દૈનિક પોઝિટિવિટી દર ૨.૩૪ ટકા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૦,૭૨૯ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે,
જે અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૨,૯૪,૨૭,૩૩૦ પર પહોંચી ગઇ છે. સવારે ૭ વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ, ૩૩,૨૮,૫૪,૫૨૭ લોકોને રસી આપવામાં આવી છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં રસી આપવામાં આવેલા ૩૬,૫૧,૯૮૩ લોકોનો સમાવેશ પણ થાય છે.