શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા
શહેરના સુપ્રસિદ્ધ શાહીબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે પવિત્ર અગિયારના દિવસે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આજે પરિવર્તિની એકાદશીના દિવસે મંદિરમાં સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળ્યો હતો ભગવાન સ્વામિનારાયણને આજના દિવસે કલાત્મક વાઘા પહેરાવવામાં આવ્યા છે જેના દર્શન કરી શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવી રહયા હતાં.