Western Times News

Gujarati News

કાર અને ટુ-વ્હીલરના બાકી રહેલા ગોલ્ડન/સિલ્વર કેટેગરીના પસંદગીના નંબરો માટે માટે ઇ-ઓકશન

File

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ) પૂર્વ. અમદાવાદ કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે મોટર કાર અને મોટરસાયકલના બાકી રહેલા ગોલ્ડન/સિલ્વર કેટેગરીના પસંદગીના નંબરો માટે ની ફાળવણી ઓનલાઇન ઇ-ઓક્શનથી શરૂ કરવામાં આવેલ છે. વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી HTTP://parivahan.gov.in/ fancynumber પર ૧૦ થી ૧૨ જુલાઇ  સુધી રજિસ્ટ્રેશન કરી ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે.

૧૩ થી ૧૫ જુલાઈના રોજ ઇ -ઓકશનનું બીડીંગ કરવાનું રહેશે. તથા ૧૬ જુલાઇના રોજ ઇ – ઓકશનના ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે. સફળ ઉમેદવારોએ વધારાની ભરવાની બીડીંગની રકમ પણ પાંચ દિવસમાં જમા કરાવવાની રહેશે.

અસફળ થયેલ ઉમેદવારોએ ગોલ્ડન/સિલ્વર નંબર મેળવવા સી.એન.એ. ફોર્મ રજૂ કર્યાથી ૬૦ દિવસ સુધી બીજી સીરીઝ માટે રાહ જોઇ શકશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.