Western Times News

Gujarati News

ઈડીનાં બે અધિકારીઓ પ લાખની લાંચ લેતાં ઝડપાયા

અમદાવાદમાં સીબીઆઈની એસીબી વિંગનું સફળ ઓપરેશનઃ ઈડીની મેમનગર ઓફીસમાં પણ દરોડાઃ વેપારી પાસે ૭પ લાખ માંગ્યા હતા

(પ્રતિનિધિ) અમદાવાદ, એન્ફોર્સમેન્ટ ડિરેકટના ડિરેકટર તથા આસીસ્ટન્ટ ડિરેકટર રૂપિયા પાંચ લાખની લાંચ લેતાં સીબીઆઈની કરપ્શન બ્યુરો વીંગના હાથે ઝડપાતા ચકચાર મચી છે આ બંને અધિકારીઓએ વેપારી પાસે રૂપિયા ૭પ લાખની માંગણી કરી હતી જે પેટે પાંચ લેતા પકડાઈ ગયા હતા સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ જ લાંચના છટકામાં પકડાઈ જતા સૌ કોઈ ચોંકી ગયા છે.

આ ઘટનાની વિગત એવી છે કે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)ના ડિરેકટર પુર્ણકાંતસીંઘ તથા આસીસ્ટન્ટ ડિરેકટર ભુવનેશકુમારે એક વેપારી પાસેથી રૂપિયા ૭પ લાખની માંગણી કરી હતી જાેકે વેપારીએ જાણ કરી દેતા સીબીઆઈની એન્ટી કરપ્શન બ્યુરો વીંગે પ્રહલાદનગર નજીક છટકું ગોઠવ્યું હતું

અને પાંચ લાખની લાંચ લેતા બંને અધિકારીઓને રંગે હાથ ઝડપી લીધા છે. જાણવા મળી રહયુ છે કે આ બંને અધિકારીઓએ શહેરના પ્રહલાદનગર ગાર્ડન પાસેથી લાંચ લેતા ઝડપાયા છે એવું પણ ચર્ચાઈ રહયુ છે કે સીબીઆઈની એસીબી ટીમે ઈડી ની ઓફીસમાં સર્ચ ઓપરેશન કરી આ બંને અધિકારીઓને ઝડપી લીધા છે

જાેકે આ બંને અધિકારી ક્યાંથી ઝડપાયા એ સત્તાવાર માહીતી પ્રાપ્ત નથી. પરંતુ આ બંને અધિકારીએ વેપારી પાસેથી કુલ ૭પ લાખની લાંચ માંગી હતી જેમાંથી રૂપિયા પાંચ લાખની લાંચ આંગડીયા મારફતે સ્વીકારી હોવાનું ચર્ચાઈ રહયું છે. સીબીઆઈએ પકડાયેલા બંને અધિકારીઓના નિવેદન લઈ સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કરી રહયા છે.

એસીબી વીંગે ઈડી ની મેમનગર ખાતેની ઓફીસમાં પણ દરોડા પાડયા હતા અને સઘન તપાસ કરી હતી ઉપરાંત હાલ સુધીમાં કેટલા વેપારીઓ કે અન્ય લોકો પાસેથી કેટલી લાંચ લીધી છે એ અંગે પણ તે બંનેની ઉલટતપાસ ચાલી રહી છે. તપાસને અંતે લાંચની રકમમાં વધારો થવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.