Western Times News

Gujarati News

અર્જૂન કપૂર સાથે સ્ક્રીન પર જાેવા મળશે જાન્હવી કપૂર

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર પોતાના ભાઈ અર્જૂન કપૂર સાથે પ્રથમ વખત કોઇ પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહી છે. ભાઈ-બહેનની જાેડી દર્શકોને સ્ક્રીન પર જાેવા મળશે. જાન્હવી અને અર્જૂન બંનેએ પોતાના ઇંસ્ટાગ્રામ પર આ વિશે જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે જાન્હવી બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી છે. જ્યારે અર્જૂન બોની કપૂર અને મોના કપૂરનો પુત્ર છે. જાન્હવી કપૂર અને અર્જૂન કપૂર બંનેએ પોતાના ઇંસ્ટા સ્ટોરી પર એક બૂમરેંગ વીડિયો શેર કર્યો છે.

બ્લેક કલરના આઉટફિટમાં અર્જૂન અને ઓફ વ્હાઇટ ક્રોપ ટોપ અને શોર્ટ્‌સમાં જાન્હવી કપૂર ફની અંદાજમાં ઉછળતા કુદતા જાેવા મળે છે. આ વીડિયો શેર કરીને બંને લખ્યું છે- જલ્દી આવી રહ્યા છીએ…કેટલુંક એક્સાઇટિંગ

દેસીમાર્ટિનીના રિપોર્ટ પ્રમાણે જાન્હવી કપૂર અને અર્જૂન કપૂર બંને એક જ સીક્રેટ પ્રોજેક્ટ માટે સાથે કામ કરી રહ્યા છે. બંને ઘણા યાદગાર શૂટ કરવાના છે. જાન્હવી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વિશે પ્રશંસકોને અપડેટ આપતી રહી છે. હાલમાં જ મનાવવામાં આવેલી અર્જૂન કપૂરની બર્થ ડે પાર્ટીમાં અર્જૂનની બહેન અંશુલા અને જાન્હવી, ખુશી પણ પહોંચી હતી.

શ્રીદેવીની બંને પુત્રી જાન્હવી અને ખુશી કપૂરે પોતાના ભાઈના જન્મ દિવસ પર તેને વિશ કરતા પોતાની બોન્ડિંગ વિશે જણાવ્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અર્જૂન કપૂરની ફિલ્મ ભૂત પુલિસ અને એક વિલેન રિટર્ન્સ રિલીઝ થવાની છે. જ્યારે જાન્હવી કપૂર ગુડ લક જેરી અને દોસ્તાના ૨ માં જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.