“પોપટલાલ” પરિવાર સાથે પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યુનિટી
મુંબઈ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે દેશ વિદેશમાં પ્રસિદ્ધિ પામી રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ ૩ વર્ષમાં ૫૦ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે જેમાં વર્ષ ૨૦૧૯માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર ટીમએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવની પણ મજા માણી હતી. ફરી એક વાર તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પોપટલાલે એટલે કે શ્યામ પાઠખ (જરઅટ્ઠદ્બ ઁટ્ઠંરટ્ઠા) પરિવાર સાથે મુલાકાત લીધી હતી. તારક મહેતાના ડાયરેક્ટર અસિતકુમાર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વસ્તારમાં શૂટિંગ પણ કર્યું હતું હાલ કૂરના કાળમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકડાઉન ાપવામાં આવ્યું હતું ત્યારે શૂટિંગ કરવાની મંજૂરી પણ નોહતી આપી
જેના માટે ગુજરાતના દમણ ખાતે એક મહિનાથી તારક મહેતાનું શૂટિંગ એક ખાનગી રિસોર્ટ ખાતે ચાલી રહ્યું હતું ત્યારે આજે તારક મહેતાના પોપટલાલ એટલે કે શ્યામ પાઠક પોતાના પરિવાર સાથે સ્ટેચ્યૂની મુલાકાતે આવ્યા હતા.
આમ તો ૨૦૧૯માં શ્યામ પાઠક (પોપટલાલ) પણ શૂટિંગ માટે આવ્યા હતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી પ્રભાવિત થઈને ફરી થી લગભગ ૩ વર્ષ બાદ પરિવાર સાથે ફરીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાેઈને મંત્રમુગ્ધ થઈ ગયેલા પોપટલાલ એટલે કે શ્યામ પાઠકએ જણાવ્યું હતું કે આ એક વિરાટ પુરુષની વિરાટ પ્રતિમા છે.
જેને જાેવા માટે વારે વારે આવાનું મન થાય છે. જયારે સરદાર વલ્લભભાઈ પટેલના દિલમાંથી એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનો નજારો પણ અદભુત લાગી રહ્યો હતો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ની આજુબાજુ સાતપુડાની ગિરિમાળા હાલ ચોમાસાની ઋતુમાં “હરિ હરિ વસુંધરા”નો નજારો જાણે ત્યાં થી જાણે હટાવાનું મન જ ન થાય તેવો લાગી રહ્યો હતો
પરિવાર ઘણા સમય થી લોકડાઉનમાં હતા હાલ કોરોના કાળ ગુજરાતમાં થોડો હળવો થયો છે. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાેવા આવાની ઈચ્છા પરિવારે પ્રગટ કરી હતી ઓનલાઈન ટીકીટ બુક કરાવી ને પરિવાર સાથે સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે પરિવારને પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાેઈને ખૂબ જ આનંદ થયો છે.