રાફેલ સોદામાં કહેવાતા ભ્રષ્ટાચારની હવે ફ્રાંસમાં ન્યાયિક તપાસ થશે
પેરિસ: ફ્રાંસની સાથે થયેલ ભારતના રાફેલ સોદોને લઇ ફ્રાંસની સરકારે મોટું પગલુ ઉઠાવ્યું છે. ભારતની સાથે લગભગ ૫૯ હજાર કરોડ રૂપિયાના રાફેલ સોદામાં કહેવાતા ભ્રષ્ટાચારની હવે ફ્રાંસમાં ન્યાયિક તપાસ થશે આ તપાસ માટે એક ફ્રાંસીસી જજને નિયુકત કરવામાં આવ્યા છે.
ફ્રાંસીસી મીડિયા જર્નલ મેડિયાપાર્ટના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૬માં બંન્ને દેશોની વચ્ચે આ ડીલની અત્યાધુનિક સંવેદનશીલ તપાસ ઔપચારિક રીતે ૧૪ જુનથી શરૂ કરવામાં આવી હતી એ યાદ રહે કે ફ્રાંસીસી વેબસાઇટે એપ્રિલ ૨૦૨૧માં રાફેલ સોદાની કહેવાતી અનિયમિતતાઓને લઇ અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતાં.
મેડિયાપાર્ટે દાવો કર્યો કે ફ્રાંસની સાર્વજનિક અભિયોજન સેવાઓની નાણાંકીય અપરાધ શાખાના પૂર્વ પ્રમુખ ઇલિયાને હાઉલેટે સાથીઓના વાધા છતાં રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના પુરાવાની તપાસને રોકી દીધી હતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાઉલેટે ફ્રાંસના હિતો સંસ્થાનોના કામકાજને સંરક્ષિત કરવાના નામ પર તપાલને રોકવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
આ ઉપરાંત મેડિયાપાર્ટના નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે પીએનએફના નવા પ્રમુખ જીન ફ્રેંકોડ્સ બોહર્ટે તપાસના સમર્થનમાં નિર્ણય લીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અપરાધિત તપાસ ત્રણ લોકોની આસપાસના સવાલોની તપાસ કરશે તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ( સોદા પર સહી કરી હતી),વર્તમાન ફ્રાંસીસી રાષ્ટ્પતિ ઇમેનુએલ મૈક્રોન(તે સમયના નાણાંમંત્રી) અને વિદેશ મંત્રી જીન યવેસ લે ડ્રિયન જે તે સમયે રક્ષા વિભાગ સંભાળી રહ્યાં હતાં.
એ યાદ રહે કે વર્ષ ૨૦૧૬માં ભારત સરકારે ફ્રાંસથી ૩૬ રાફેલ વિમનોનો સોદો કર્યો હતો જે હેઠળ એક ડઝન રાફેલ વિમાન ભારતને મળી પણ ગયા હતાં જે સમયે આ સોદો થયો હતો તે સમયે ભારતમાં ખુબ વિવાદ થયો હતો લોકસભા ચુંટણી પહેલા રાફેલ સોદાને લઇ કોંગ્રેસે મોદી સરકાર પર ભારે પ્રહારો કર્યા હતાં.