ઘૂંઘરુમાં શુટીંગ કરતી વાણી કપૂરને અનેક વખતે થઇ ઇજાઓ!
વાણી કપૂર @Vaaniofficial ની આગામી અને જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે જેમાં તેની સામે હૃતિક રોશન @iHrithik છે. બન્નેએ સેટ પર કુશળ કેમિસ્ટ્રી સાથે આગ લગાવી છે અને પ્રથમ ગીત ઘૂંઘરુમાં તેમનો તેજસ્વી ડાન્સ છે, જે સૌથી મોટું પાર્ટી ટ્રેક ઓફ ધ યર છે. હકીકતમાં વાણીએ હવામાં ફરતા પોલ પર તેણીની પંજા પછાડતા શરીર અને આહલાદક ડાન્સીંગ કુશળતાને કારણે સૌનું ધ્યાન ખેંચ્યુ હતું! ગીતના આ અટપટા અને અત્યંત જટિલ ભાગની કોરિયોગ્રાફી તૃષાર કાલીયા દ્વારા કરવામાં આવી હતી અને તેઓ કહે છે કે વાણીને આ ટેકનિકમાં પરફેક્ટ બનતા 3 મહિના લાગ્યા હતા અને તેને અનેક વખત ઇજાઓ થઇ હતી.
“ગીત માટે અમે આશરે 3 મહિના સુધી મહેનત કરી છે. અત્યાર સુધીમાં મે કોરિયોગ્રાફ કરેલા અનેક ગીતોમાં આ ગીત સૌથી મુશ્કેલ છે. સૌપ્રથમ વખત, એક અભિનેત્રી એવો રુટીન કરી રહી છે જેમાં ક્રી વ્હીલ અને આકાશમાં ફરતા પોલનો સમાવેશ થાય છે અને બન્ને રુટીન જો તમે કુશળ ડાન્સર હોય તો પણ કરવામાં અત્યંત જટીલ રુટીન છે! એક વખત, મે સિદ્ધાર્થ અને વાણી સાથે ડેટા શેર કર્યો હતો, તેઓને તેનાથી ભારે આશ્ચર્ય થયું હતું અને વાણીને તેની જાતે જ બધુ કરવું હતું. તેણીને આના માટે હમણું શરીર મંજૂર ન હતું” એમ તૃષાર કહે છે.
તેઓ ઉમેરે છે કે, “વાણી એક મહેનતુ અભિનેત્રી છે અને તેણીની પ્રતિબદ્ધતા જોઇને મને આશ્ચર્ય થયું હતું. તેણીને ઘણા ઘસરકા થયા છે, તેણી અનેક વખત પડી ગઇ હતી. શારીરિક રીતે તે અત્યંત પડકારજનક હતું પરંતુ તેણીએ ક્યારે પણ તે કાર્ય છોડ્યુ ન હતું અને તેણીએ રિહર્સલમાં એક પણ દિવસ પાડ્યો નથી. કારણ તેણી સમર્પિત છે, પ્રતિબદ્ધ છે અને મહેનતુ હોવાથી આટલી સારી રીતે ગીત બનવા પામ્યુ છે! ગીતમાં તેણીએ જે કંઇ કર્યું છે તેનાથી મને ખરેખર ગર્વ છે.!”
વાણી કહે છે કે, “મને લાગે છે કે મારુ શરીર રિહર્સલ દરમિયાન ઘણું મજબૂત થઇ ગયું હતુ અને હું શુટ કરી શકી. ડાન્સના અમુક ભાગમાં ફરતા પોલ અને ક્રી વ્હીલ સાથે તે શારીરિક અને અત્યંત પડકારજનક હતું પરંતુ પરસેવા અને ઘસરકાને જ મને કંઇક નવું કરવાની તક આપી હતી. હુ ઘણી ખુશ છું અને એવા લોકોની આભારી છું જેઓ ઘૂંઘરુમાં મારા પર્ફોમન્સને ચાહે છે અને ફિલ્મના ગીતને આટલો પ્રેમ આપ્યો તે ઘણું જ અગત્યનું છે.”
વોર એ ભારે ઉત્તેજનાવાળું એકશન મનોરંજન છે જે અત્યાર સુધીમાં સૌથી મોટુ એકશન સ્પેક્ટેકલ બની રહેવાની ખાતરી આપે છે. તેમાં સૌથી મોટા બે એકશન હીરો હૃતિક રોશન અને ટાઇગર શ્રોફને એડ્રેનાલાઇન પંપીંગ શોડાઉનમાં ક્રૂરતાથી લડતા બતાવવામાં આવ્યા છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ હિદી, તમિલ અને તેલુગુમાં ગાંધી જયંતિ (2 ક્ટોબર)ના રોજ જાહેર રજાના દિવસે રિલીઝ થનાર છે.