વસુલી કાંડ : બે વાર હાજર ન થનાર અનિલ દેશમુખને ઈડીનું એક વધુ સમન્સ

નવીદિલ્હી: કોરોના મહામારીનો પડકાર હોવા છતાં ભારતીય રેલવેએ જૂન ૨૦૨૧માં આવક અને માલ ટ્રાન્સપોર્ટેશન રૂપે ઉચ્ચગતિ યથાવત રાખી છે. મિશન મોડમાં જૂન ૨૦૨૧માં ભારતીય રેલવેએ ૧૧૨.૬૫ મિલિયન ટન માલનું પરિવહન કર્યુ, જે જૂન ૨૦૧૯ (૧૦૧.૩૧ મિલિયન ટન)ની તુલનામાં ૧૧.૧૯ ટકા વધુ છે.
આ એક સામાન્ય વર્ષ હતુ. આ સમયગાળા માટે એટલે કે જૂન ૨૦૨૦ (૯૩.૫૯ મિલિયન ટન)ની તુલનામાં આ ટ્રાન્સપોર્ટેશન ૨૦.૩૭ ટકા વધુ રહ્યું છે. જૂન ૨૦૨૧ દરમિયાન ટ્રાન્સપોર્ટ કરવામાં આવેલી મહત્વપૂર્ણ વસ્તુઓમાં ૫૦.૦૩ મિલિયન ટન કોલસો, ૧૪.૫૩ મિલિયન ટન લોખંડ, ૫.૫૩ મિલિયન ટન કાચુ લોખંડ અને તૈયાર સ્ટીલ, ૫,૫૩ મિલિયન ટન ખાદ્યાન્ન, ૪,૭૧ મિલિયન ટન ખાતર, ૩.૬૬ મિલિયન ટન ખનિજ તેલ સામેલ છે.
૬.૫૯ મિલિયમ ટન સીમેન્ટ (ક્લિંકર સિવાય) અને ૪.૨૮ મિલિયન ટન ક્લિંકર સામેલ છે. જૂન ૨૦૨૧ના મહિનામાં, ભારતીય રેલવેએ માલ ટ્રાન્સપોર્ટેશનથી ૧૧,૧૮૬.૮૧ કરોડ રૂપિયાની આવક મેળવી, જે જૂન ૨૦૨૦ની તુલનામાં ૨૬.૭ ટકા વધુ (૮,૮૨૯.૬૮ કરોડ રૂપિયા) અને જૂન ૨૦૧૯ની તુલનામાં ૪.૪૮ ટકા વધુ (૧૦,૭૦૭.૫૩ કરોડ રૂપિયા) છે.
રેલવે માલ ટ્રાન્સપોર્ટેશનને આકર્ષક બનાવવા માટે ભારતીય રેલવેમાં અનેક પ્રકારની રાહત કે છૂટ પણ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન નેટવર્કમાં માલગાડીઓની ગતિ વધારી દેવામાં આવી છે.માલ ટ્રાન્સપોર્ટેશનની ગતિમાં સુધારથી તમામ હિતધારકો માટે ખર્ચની બચત થાય છે. ગત ૧૯ મહિનામાં માલ ટ્રાન્સપોર્ટેશનની ગતિ બમણી થઇ ગઇ છે. ભારતીય રેલવે દ્વારા કોવિડ-૧૯નો ઉપયોગ ચારેતરફ કાર્યક્ષમતા અને પ્રદર્શનમાં સુધારના અવસર રૂપે રવામાં આવ્યો છે.