ગુજરાત ૪૩ ટકા યુવાનોને પહેલો ડોઝ લગાવીને ટોપ પર
નવીદિલ્હી: દેશનાં ૭૦% યુવાનોને વેક્સિનેટ કરવાનો લક્ષ્ય પુરો કરવા સરકાર ઝડપથી વેક્સિનેશન કરી રહી છે. ૨૧જૂન પછી વેક્સિનેશનની ઝડપ વધવાથી ૭ રાજ્યો એવા સામે આવ્યા છે કે ત્યાં જાે આજ ઝડપથી જાે વેક્સિનેશન ચાલુ રહેશે તો, ઓગસ્ટ મહિના સુધી ૭૦ ટકા યુવાનોને સિંગલ ડોઝ લાગી ચૂક્યો હશે.યુવાનોને વેક્સિનેટ કરવામાં હાલ ૪૩ ટકા વેક્સિનેશન સાથે ટોપ પર છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે દેશમાં ૯૪કરોડ ૧૮ આબાદી છે, જેમાંથી ૨૭.૮૭કરોડ યુવા (૨૯.૬૫%) રસીનો એક ડોઝ લગાવી ચૂક્યા છે. તેનાં પછી રાજસ્થાન, દિલ્હી, કેરલ અને હરિયાણા છે. ખાસ વાત એ છે કે ૨૧જૂન સુધી કેરળ ટોપ પર હતું જે હવે ૪થા સ્થાન પર ખસી ગયું છે. યુ.પી, બિહાર સતત પાછળ રહી રહ્યુ છે.
વિશેષજ્ઞોનું કહેવુ છે કે ૭૦% વસ્તીને સિંગલ ડોઝ આપ્યા બાદ માત્ર ૩ મહિનામાં હર્ડઇવ્યુનીટીનુ સ્તર પામી શકીયે છીએ. ૭૦%વસ્તીના વેક્સિનેશન પછી હર્ડ ઇમ્યુનિટી આવી શકે છે. હર્ડ ઇમ્યુનિટી આવ્યા બાદ સંક્રમણ અટકી જાય છે. ડબ્લ્યુએચઓનાં મતઅનુસાર હર્ડઇમ્યુનીટી આવ્યા બાદ જ કોરોનાનાં અંતની શરુઆત થશે.