Western Times News

Gujarati News

સોમનાથમાંથી ૯૦૦ ગ્રામ ગાંજા સાથે આરોપીની કરાઈ ધરપકડ

સોમનાથ: રાજયમાં યુવાઘન પ્રતિબંઘિત નશા પદાર્થોના રવાડે ચડી રહયુ હોવાથી અનેક પરીવારો બરબાદ થઇ રહયાના કીસ્સા સમાજમાં જાેવા મળી રહયા છે. આવા પદાર્થોની બેરોકટોક ગેરકાયદેસર હેરાફેરી નોંઘપાત્ર રીતે વઘી રહી છે. ત્યારે એસઓજી બ્રાંચના સ્?ટાફએ બાતમીના આઘારે સોમનાથ સાંનિઘ્યેથી એક રહેણાંક મકાનમાંથી મુંજાવરને ૯૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીઘો છે. મુજાવરએ ઘોરાજીના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મેળવેલ હોવાનું પ્રાથમીક પુછપરછમાં જણાવતા પોલીસે બંન્ને શખ્સો સામે ગુનો નોંઘી પુછપરછ કરવા તજવીજ હાથ ઘરી છે.

મળતી માહિતી અનુસાર ગઇકાલે રાત્રીના ગીર સોમનાથ એસઓજી બ્રાંચના નરવણસિંહ ગોહિલ અને ગોવિદ વંશને મળેલ બાતમીના આઘારે સ્ટાફએ સોમનાથ સાંનિઘ્યે સેન્ટમેરી સ્કુલ સામે હાજી પીરની દરગાહ પાછળ રહેતો મુજાવર મોહમદરિયાન મોહમદહુસેન બુરહાનીના રહેણાંક મકાનમાં રેડ કરી તપાસ કરતા ૯૦૦ ગ્રામ ગાંજાે કિ.રૂ.૯ હજારનો જથ્થો મળી આવેલ હતો. જેના આઘારે મુજાવર મોહમદરિયાનની પુછપરછ કરતા ગાંજાનો જથ્થો અહેમદ ફકીર રહે.ઘોરાજી નામનો શખ્સ આપી ગયાનું જણાવેલ હતુ.

જેથી એસઓજીના પીએસઆઇ વી.આર.સોનારાએ મુજાવર મોમદરિયાન અને અહેમદ ફકીર સામે પ્રભાસપાટણ પોલીસમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંઘાવેલ છે. આ મુજાવર કેટલા સમયથી ગાંજાનું વેંચાણ કરતો અને કોની-કોની પાસેથી જથ્?થો લઇ આવતો સહિતની વિગતો જાણવા તેને કોર્ટમાં રજુ કરવા પોલીસએ તજવીજ હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે.

અત્રે નોંઘનીય છે કે, થોડા સમય અગાઉ વેરાવળમાં રેંજ ડીઆઇજીની હાજરીમાં મળેલ શાંતિ સમિતિની બેઠકમાં જ શહેરનો ચોકકસ વિસ્તારોમાં નશાના પ્રતિબંઘિત કેફી પદાર્થોનું વેંચાણ થતુ હોવાથી યુવાઘન તેના રવાડે ચડી રહયુ હોવાની રજૂઆત આગેવાનોએ પોલીસ તંત્ર સમક્ષ મુકી હતી. તેમ છતાં આ રજૂઆત સંદર્ભે અસરકારક કામગીરી થઇ ન હોવાનો વસવસો આગેવાનો કરી રહયા હતા. દરમ્યાન જે વિસ્તારનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયેલ ત્યાંથી આજે ગાંજાનો જથ્થો પોલીસએ પકડેલ છે.

ત્યારે શહેર અને જીલ્લામાં નશા પદાર્થોના ગેરકાયદેસર વેંચાણ અને હેરાફેરી સામે ડ્રાઇવ ચલાવી કડક હાથે કામગીરી કરવાની હજુ જરૂર હોવાની આગેવાનોમાં ચર્ચા શરૂ થઇ છે. આ કેફી દ્રવ્યનો જથ્થો પકડવામાં એસઓજીના પીઆઇ એસ.એલ.વસાવા, લખમણ મેતા, કેતન જાદવ, નરેન્દ્ર કછોટ, વિજય બોરખતરીયા, ઇબ્રાહીમશા બાનવા, મુકેશ ટાંક, ગોવિદ રાઠોડ, સુભાષ ચાવડા, કમલેશ પીઠીયા, મેહુલસિંહ પરમાર, ભુપતગીરી મેઘનાથી, એફ.એસ.એલ.ના પી.જે.કુરાણી સહિતના સાથે રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.