સુરતમા યુવકને ગળે ટૂંપો આપી હત્યા કરાયેલી લાશ મળી
સુરત: ૨૪ કલાક થાય અને હત્યાની ઘટના સામે આવતી હોય છે ત્યારે સુરતના સ્ટેશન વિસ્તારમાં આવેલા સિમેન્ટના ગોડાઉનમાં એક યુવકને ગળે ટૂંપો આપી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જાેકે, ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરી છે મરનાર યુવાન છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે તેમાં પણ સૌથી વધુ લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ આજે સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી સુરતના સ્ટેશન વિસ્તારમાં આવેલા સિમેન્ટના ગોડાઉનમાં આજે એક યુવાનને ગળે ટૂંપો આપી હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
જાેકે તેની જાણકારી મળતાની સાથે જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી જે રીતે હત્યા કરવામાં આવી હતી તેને લઈને રેલવે પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લઇ તપાસ શરૂ કરી છે મરનાર યુવક કોણ છે તેની હત્યા કોને ક્યારે અને કેમ કરાઈ છે તે દિશામાં પણ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. અહીંયા મોડી રાત્રે મજૂરોનો મોટો થતો હોય તેને દારૂ પીવા બાબતે માથાકૂટ થયા બાદ હત્યા કરાઈ હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
પણ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ત્યારે આ યુવકની હત્યા કોને શા માટે અને કેવી રીતે પ્રેમ કરી છે તેને લઈને પણ હવે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે સુરતમાં સતત હત્યારાના ઘટનાઓને લઈને સુરત મા નોકરી દિવસેને દિવસે જે રીતે વધી રહ્યું છે તેને લઈને સુરત પોલીસની કામગીરી પર પણ આવે મોટા પ્રશ્ન ઉભા થવા પામ્યા છે