આ મહિને કેન્દ્રને કુલ વેક્સીનના ૧૩ કરોડ ડોઝ મળશે
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસ બાયોટેકની મુલાકાત લીધી
અમદાવાદ, કોરોના સામેની લડાઈમાં ઝાયડ્સ બાયોટેક દ્વારા ઝાયકોવ-ડી માટે મંજૂરી માગ્યા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે(૪ જુલાઈ) ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લીધી હતી. ઝાયડ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેકટર પંકજ પટેલ સાથેની સમીક્ષા બેઠકમાં હાલમાં ઝાયડ્સ ગ્રુપની વેક્સિન ઝાયકોવ-ડી અંગેની સમીક્ષા મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી.
ડિસેમ્બર સુધીમાં ૧૩૦ કરોડ લોકોને વેક્સિન આપવાની તૈયારી કેન્દ્ર સરકારના આયોજન અંગે પણ મનસુખ માંડવિયાએ કહ્યું કે સમગ્ર દેશની ૧૩૦ કરોડ જનતાને ડિસેમ્બર મહિના સુધીમાં વેક્સિન આપવાં સુધીની કેન્દ્ર સરકારની તૈયારીઓ છે.
ચાલુ મહિનામાં કેન્દ્ર સરકારને ૧૩ કરોડ ડોઝ મળશે જે અલગ અલગ રાજ્યોમાં જરૂરિયાત અનુસાર પહોંચાડવામાં આવશે. દેશના અલગ અલગ રાજ્યોએ કેન્દ્ર સરકારને પોતાની જરૂરિયાત અનુસાર આંકડાઓ આપેલા છે તે મુજબ ક્યાં રાજ્યને કેટલા ડોઝ આપવા તે અંગે ર્નિણય કરવામાં આવશે.
સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ દર મહિને દસ કરોડ ડોઝ બનાવવામાં આવી રહ્યા છે. જેની કોવિશિલ્ડ હાલ દેશભરમાં આપવામાં આવી રહી છે. તેમજ સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે અલગ અલગ છ થી સાત કંપનીઓએ ટ્રાયલ બેઝ માટે મંજૂરી માંગી છે.
એક દિવસના કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ હેસ્ટર લિમિટેડની મુલાકાત પણ લીધી હતી. હેસ્ટર અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે થયેલા કરાર અનુસાર હેસ્ટર કંપની દ્વારા પણ સિરમની પેટર્નના ડોઝ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી ૫ જુલાઇએ કેન્દ્ર સરકારની એસઇસી (સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિ)ની બેઠકમાં ઝાયડસની રસીને મંજૂરી અપાય એવી સંભાવના છે. જેથી આગામી ૪૫થી ૬૦ દિવસમાં વેક્સિન ઉપલબ્ધ થવાની શક્યતા છે.
પ્રારંભિક તબક્કે રોજના ૪ લાખ ડોઝ બનાવવાની કંપનીની તૈયારી છે. પુખ્ત વયના લોકોની સાથે ૧૨થી ૧૮ વર્ષના ૧ હજાર બાળકો પર રસીનું સફળ પરીક્ષણ કરાયું છે. વચગાળાના વિશ્લેષણમાં ખાસ કરીને રસીના બે ડોઝ લેનાર સિમ્ટોમેટિક અને આરટી-પીસીઆર પોઝિટિવ દર્દીમાં આ રસી ૬૬.૬ ટકા અસરકારક સાબિત થઇ છે. જયારે ત્રીજાે ડોઝ લીધા બાદ કોઇપણ ગંભીર અસર કે મૃત્યુ થયું નથી.