પૃથ્વીરાજ ચૌહાણમાં અક્ષય કુમારની અભય રાજા તરીકેની ભૂમિકા!
@yrf સુપરસ્ટાર @Akshaykumar ની 52મા જન્મદિવસના રોજ તેના સૌપ્રથમ હિસ્ટોરિકલની જાહેરાત કરી છે.
ઇટ્સ ઓફિશિયલ! યશ રાજ ફિલ્મ્સ બોલિવુડ દ્વારા બનાવવામાં આવેલા સૌથી મોટા સમયગાળાની ફિલ્મ પૃથ્વીરાજ બનાવી રહી છે! આ ફિલ્મ અભય અને શક્તિશાળી રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને સાહસિકતા પર આધારિત છે અને સુપરસ્ટાર અક્ષય કુમાર યોદ્ધાનું પાત્ર ભજવી રહ્યો છે. ઇતિહાસકારો અને લોક સાહિત્યના પ્રણેતાઓ તેમને ખરેખર બહાદૂર રાજા તરીકે વર્ણવે છે જેણે ક્રૂર એવા મોહમમ્દ ઘોરી અને તેના ભારત પરના નિર્દયી આક્રમણખોર સામે ટક્કર લેનાર શૂરવીર તરીકે વર્ણવે છે. પૃથ્વીરાજની મોહમ્મદ ઘોરી સામેની હિંમત અને સાહસિકતાએ તેમને મહાન શાસક અને સ્વતંત્ર ભારતના લડવૈયા દર્શાવ્યા છે.
Elated to share about my 1st historical film on my birthday!Humbled to have the opportunity to play a hero I look up to for his valor & values- Samrat Prithviraj Chauhan in one of my biggest films #Prithviraj.
Producer @yrf,director #DrChandraprakashDwivedi, releasing Diwali 2020 pic.twitter.com/Q2nD5KE3KR— Akshay Kumar (@akshaykumar) September 9, 2019
જોગાનુજોગ, પૃથ્વીરાજ વાયઆરએફની સૌપ્રથમ ઐતિહાસિક ફિલ્મ છે અને નિર્માતાઓએ તેમના આ મહત્ત્વાકાંક્ષી નિર્માણની જાહેરાત અક્ષય કુમારના 52મા જન્મદિવસે કરી છે, જે ફિલ્મમાં પૃથ્વીરાજનું પાત્ર ભજવે છે. અક્ષય કહે છે કે “ભારતના એક અભય અને હિંમતવાન ભારતના અનેક રાજાઓમાંના એકનું પાત્ર હું ભજવી રહ્યો છું તે ખરેખર સન્માનની બાબત છે.
એક રાષ્ટ્ર તરીકે આપણે હંમેશા આપણા હીરોની ઉજવણી કરવી જોઇએ અને જે ભારતીય મૂલ્યોનો પ્રચાર કરવા માટે જે તેમણે કર્યું તેને અમર બનાવવા જોઇએ. પૃથ્વીરાજ ચૌહાણની વીરતા અને સાહસિકતાને પ્રકાશમાં લાવવા માટે પૃથ્વીરાજ એ અમારો પ્રયત્ન છે. પૃથ્વીરાજ એક માત્ર વ્યક્તિ હતા જેઓ દુષ્કૃત્યો સામે ઊભા રહ્યા હતા અને તેમણે જે બહાદૂરી બતાવી હતી તેનાથી તેઓ સાચા અર્થમાં હીરો બની ગયા છે, તેમજ પેઢીઓ માટેની પ્રેરણા અને મહાન વ્યક્તિ છે. તેથી આ જાહેરાત જ્યારે મારા જન્મદિવસે કરવામાં આવી છે તેણે ખરેખર મારા મટે ખાસ દિવસ બનાવ્યો છે.”
પૃથ્વીરાજ ચૌહાણનું દિગ્દર્શન ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે ભારતના અત્યંત પ્રભાવશાળી રાજકીય કલાના નિષ્ણાત એવા ચાણક્યના જીવન અને સમયગાળા પરના ચાણક્યના એપિકનું તેમજ અનેક એવોર્ડ જીતનાર પિંજરનું પણ તેમણે દિગ્દર્શન કર્યું હતું. પૃથ્વીરાજ દિવાળી 2020માં વિશ્વભરમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.