CM રૂપાણીના વીડિયોને એડિટ કરી વાયરલ કરનાર સામે ફરીયાદ રદની માંગ

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વાંકટીમ્બા ગામના નીખીલ દામા નામના યુવકે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના એડિટ કરેલો વીડિયો યૂટ્યૂબ પર વાયરલ કર્યો હતો ગુજરાત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ધ્યાનમાં આવ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચ ટેકનિકલ ટીમ સોશિયલ મીડિયા મોનીટરીંગ કરીને યૂટ્યૂબર નીખીલ દામા સામે સાયબા ક્રાઈમ એક્ટ હેઠળ ગુન્હો નોંધવા ઇસરી પોલીસને આદેશ આપતા ઇસરી પોલીસે નીખીલ દામા સામે ગુન્હો નોંધી અટકાયત કરી હતી
ત્યારે ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનીલ જાેષીયારા અને આદીવાસી સમાજના અગ્રણીઓ અને યુવકો નીખીલ દામા સામે કરેલી ફરિયાદ રદ કરવામાં આવેની માંગ સાથે મેઘરજ મામલતદારને આવેદન પત્ર આપી આદીવાસી સમાજના યુવક સામે કરેલી ફરિયાદ રદ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
વાંકાટીંમ્બા ગામના આદીવાસી યુવક નિખીલ દામાએ યૂટ્યૂબ એકાઉન્ટ પર “ સોય કો ક્યાં બોલતે હૈ” ના નામે મુખ્યમંત્રીની છબી ખરડાઈ તેવો એડીટીંગ કરેલ વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જે અંગે ક્રાઈમ બ્રાન્ચ ટેકનિકલ ટીમ સોશિયલ મીડિયા મોનીટરીંગ કરીને યૂટ્યૂબર નીખીલ દામા સામે સાયબા ક્રાઈમ એક્ટ હેઠળ ગુન્હો નોંધવા ઇસરી પોલીસને આદેશ આપતા ઇસરી પોલીસે નીખીલ દામા સામે ગુન્હો નોંધી અટકાયત કરી હતી
ત્યારે આદીવાસી સમાજના યુવક સામે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાની અને સમગ્ર ફરીયાદ બાબતે સાચી તપાસ કરવાની માંગ સાથે ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનીલ જાેષીયારા અને આદિવાસી સમાજના અગ્રણીઓએ ખોટી ફરીયાદ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી ગુજરાતના રાજ્યપાલને સંબોધી લખેલ આવેદનપત્ર મેઘરજ મામલતદારને આપી ન્યાયની માંગ કરી હતી અને આદીવાસી સમાજના અવાજ રાજ્ય પોલીસવડા સુધી પહોંચે તેવી માંગ કરી હતી