શ્રાવક દીવો પ્રગટાવે અગરબત્તી કરે ત્રણ નવકારના સ્મરણ કરે એટલે નાગરાજ બહાર આવે ત્યાર બાદ કેસરનાં છાંટણા કરે એટલે અદ્રશ્ય થાય

જંબુસર પાદરા રોડના કુરાલ જૈન મંદિર ખાતે સત્તર ભેદી પૂજા તથા અઢાર અભિષેક કરાયો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, કુરાલ વિજય વલ્લભ સ્મારક બિરલા ઝવેરી દ્વારા સ્વદ્રવ્ય થી બનાવવામાં આવ્યું છે.જ્યાં ભૂપેશભાઈ રાઠોડ દ્વારા સત્તર ભેદી પૂજા તથા અઢાર અભિષેક સંગીતમય શૈલીમાં કરાયો હતો.
જંબુસર પાદરા રોડ પર કુરાલ ગામમા આવેલ જૈન મંદિર પૌરાણિક હતુ જે શિલ્પશાસ્ત્રના અજાેડ અભ્યાસી આચાર્ય જયસિંહ સુરીશ્વરજી મહારાજની સ્વર્ગવાસ ભૂમિ છે.જેમની સમાધિ સ્થળે પગલાં છે ત્યાં વર્ષો પહેલાં એક શ્રાવક દીવો પ્રગટાવે અગરબત્તી કરે ત્રણ નવકારના સ્મરણ કરે એટલે નાગરાજ બહાર આવે ત્યાર બાદ કેસરનાં છાંટણા કરે એટલે અદ્રશ્ય થાય.
આ સિવાય બીજી ત્રણ પ્રાચીન દેરી છે પ્રભુનાં દર્શન કરતા પ્રભુ ત્રણ સ્વરૂપ બદલે છે એમ લાગે.જે ગત તારીખ ૨૭/૧/૨૦ ના રોજ વિજય વલ્લભ સ્મારકમાં પ્રભુ પ્રતિષ્ઠિત થયા ભારતભરમાં મૂળનાયક શ્રેયાંસનાથ ભગવાન ના જિનાલય તેમની જન્મભૂમિ તથા ખંભાત અને કુરાલ ખાતે છે.
જ્યાં ધર્મનાથ દાદા,શંખેશ્વર પાર્શ્વનાથ,વાસુપૂજ્ય સ્વામી આદેશ્વરદાદા ને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.જૈન શાસનમાં ભગવાનની અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવે છે વિવિધ દ્રવ્યો સહિત પૂજા કરવામાં આવે છે.આજરોજ મુંબઈના ભૂપેશભાઇ રાઠોડ દ્વારા સત્તરભેદી પૂજા તથા અઢાર વિવિધ પ્રકારના અભિષેક સહિતની પૂજા પોતાના પરિવાર મિત્ર મંડળ સહિત કરવામાં આવી જિનેશ્વર ભગવાન શુદ્ધ છે
તેમની ભક્તિ થકી આપણું જીવન શુદ્ધ થાય મનુષ્ય જીવન શુદ્ધ થાય છે.ચોવીસ જિનેશ્વર પરમાત્માની મહાપૂજા અભિષેક પરિવાર સાથે કરવાનો નિર્ધાર કર્યો જે ક્રમમાં શાહ કરી રહ્યા છે તેમ ભૂપેશભાઈ દ્વારા જણાવાયું હતું.