ફિલિપાઇન્સમાં આર્મીનું પ્લેન ક્રેશઃ 45થી વધુના મોત

કોટોબેટો, ફિલીપાઇન્સમાં રવિવાર સવારે એક મોટું દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક સૈન્ય પ્લેન ક્રેશ થઈ ગયું હોવાની જાણકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ, જે સમયે દુર્ઘટના થઈ ત્યારે પ્લેનમાં ૮૫ લોકો સવાર હતા. ફિલીપાઇન્સના સૈન્ય પ્રમુખ સિરિલિટો સોબેજનાએ જાણકારી આપતાં કહ્યું કે, દુર્ઘટના દક્ષિણ ફિલીપાઇન્સમાં બની છે. 45 Dead After Military Plane Carrying 92 Crashes In Philippines
મીડિયા રિપોર્ટસ મુજબ, દુર્ઘટનામાં 45 લોકોનાં મોત થયા છે, જ્યારે ૪૦ લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ, ફિલીપાઇન્સની વાયુસેનાનું સી-૧૩૦ પ્લેન જેમાં ૮૫ લોકો સવાર હતા, રવિવાર સવારે પાટીકુલ સુલૂની પાસે દુર્ઘટનાનું શિકાર થઇ ગયું.
અહેવાલ છે કે પ્લેન જ્યરે સુલુ પ્રાંતમાં જિલો દ્વીપ પર લેન્ડ કરવાનું પ્રયાસ કરી રહ્યું હતું, તે સમયે પ્લેનમાં આગ લાગી ગઈ. પ્લેન જમીન પર પડ્યા બાદ આગના ગોળામાં ફેરવાઈ ગયું. પ્લેન ક્રેશ થયાની માહિતી મળતાં જ ત્યાં પહોંચેલા અધિકારીઓએ આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું.
અત્યાર સુધીમાં પ્લેનમાંથી ૧૫ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. એવી જાણકારી હજુ સુધી નથી મળી કે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત કેમ થયું. હાલ પ્લેનની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સૈન્ય પ્રમુખ સિરિલિટો સોબેજનાએ કહ્યું કે, રાહત અને બચાવ ટીમના લોકો દુર્ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે
અને અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે વધુમાં વધુ લોકોના જીવ બચી જાય. સરકારી દળો સુલુના મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતમાં અબુ સય્યાક આતંકવાદીઓ વિરુદ્ધ દશકોથી લડી રહ્યા છે. સોબેજાનાએ સંવાદદાતાઓને કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પ્લેન રનવે પર ન ઉતરી શક્યું. પાઇલટે તેના પર ફરીથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એવું ન કરી શક્યો અને પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.
ફિલિપાઈન્સના આર્મી ચીફ જનરલ સિરીલિટો સોબેજાનાએ જણાવ્યું હતું કે વિમાનના કાટમાળમાંથી ૪૦ લોકોને બચાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સુલુ પ્રાંતના જાેલો આઇલેન્ડ પર ઉતરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. અકસ્માત પાછળનું કારણ જાણી શકાયું નથી.
ફિલિપાઇન્સ એરફોર્સના નેતૃત્વમાં ઉડ્ડયન અધિકારીઓએ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાઉથ કાગાયન ડી ઓરો શહેરના સૈનિકો સાથે જાેલો આઇલેન્ડ જઈ રહ્યું હતું. સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે.