Western Times News

Gujarati News

ફૂટપાથ પર બેસવા મામલે આધેડની ઘા મારીને હત્યા

આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો હત્યાનું કારણ જાણી પોલીસ થોડીવાર માટે વિચારમાં પડી

અમદાવાદ,  અમદાવાદમાં નજીવી બાબતમાં ખેલાયો ખુની ખેલ. નીંદર માણી રહેલા આધેડ પર એવી આફત આવી પડી કે તેણે જીવ ગુમાવવાનો વખત આવ્યો. સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરા કેદ થઈ. આરોપીને પોલીસે ગણત્રીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. હત્યાનું કારણ જાણી પોલીસ પણ થોડી વાર માટે વિચારમાં પડી ગઇ હતી.

શહેરમાં બની રહેલા બનાવો જાેતા કાયદો અને વ્યવસ્થા નો પરિસ્થિતિ ખરડાઈ હોય તેમ લાગી રહ્યું છે. સોલા વિસ્તારમાં નજીવી બાબતમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એક આધેડ જીવ ગુમાવવો પડ્યો. જ્યારે બીજાે જેલમાં સળિયા પાછળ ધકેલાઈ ગયો.

પાવાપુરી રોડ પર ફૂટપાથ પર રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા પૂનમ ઉર્ફે લાલાને આજ વિસ્તારમાં રહેતા ધવલ રાવલ નામના આરોપીએ ચહેરા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી છે.
જાે કે હત્યાની સમગ્ર ઘટના CCTV કેમરામાં કેદ થઈ છે.

CCTV આધારે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી લીધો હતો. જાે કે હત્યારાએ ખુબ જ સામાન્ય બાબતમાં હત્યાને અંજામ આપ્યો હતો. મૃતક પૂનમને બે દિવસ અગાઉ આરોપી ધવલ સાથે ફૂટપાથ પર બેસવા બાબતે ઝઘડો થયો હતો.

આ જ ઝઘડાની અદાવત રાખીને ધવલ નીંદર માણી રહેલા પૂનમ પર હથિયાર વડે હૂમલો કર્યો હતો. સુઇ રહેલા પુનમ પર તૂટી પાડ્યો હતો. એક પછી એક ત્રણ ઘા મારીને ફરાર થઈ ગયો. જાે કે પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે. હાલમાં સોલા હાઇકોર્ટ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.