Western Times News

Gujarati News

કાળીગામ યુનિટમાં ટેસ્ટિંગ માટેની રેલવે લાઈન તૈયાર

અમદાવાદ: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્‌સ પૈકીનો એક છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં કામગીરી ઝડપથી થઈ રહી છે. અમદાવાદમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના કાળીગામ એન્જિનિયરિંગ શેડ ખાતે હેવી ડ્યૂટી મેટલ કટર અને મેટલ બેન્ડિંગ મશીનો ઊભા કરી દેવાયા છે. જેથી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ અને અમલીકરણ ઝડપી બનાવી શકાય. આ વિશાળ યુનિટમાં એન્જિનિયરો હેવી ડ્યૂટી મેટલ બેન્ડિંગ મશીન, મેટલ શીટ ચોકસાઈથી કાપવા માટે સીએનસી પ્લાઝમા કટર્સ, મેટલ પ્લેટ ડ્રિલિંગ મશીન પર ઝડપથી કામ કરી રહ્યા છે. પ્રાયોગિક ધોરણે થોડીક ટકાઉ રેલવે લાઈન પાથરી છે,

જેથી ટેસ્ટિંગ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, કાળીગામ યુનિટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટ્રેક બનાવા માટેના સૌથી મોટા એન્જિનિયરિંગ યુનિટ પૈકીનું એક છે. તો બીજી તરફ સ્ટેશનના નિર્માણનું કાર્ય પણ ચાલી રહ્યું છે. ધ નેશનલ હાઈ-સ્પીડ રેઈલ કોર્પોરેશન લિમિટેડ આ વર્ષના ઓગસ્ટ મહિના સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુર ખાતે સ્ટેશન-કમ-કોરિડોરના કન્ટ્રક્શન માટેનો કોન્ટ્રાક્ટ આપશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેન્ડરની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ વર્ષના ઓગસ્ટ સુધીમાં ટેન્ડર નક્કી કરવામાં આવશે. એકવાર ટેન્ડર નક્કી થઈ જાય બાદમાં સ્ટેશન તેમજ એલિવેટેડ કોરિડોરનું કામ શરૂ કરવામાં આવશે.

અધિકારીઓએ કહ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટેનું એલિવેટેડ કોરિડોર હાલના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૧ અને ૧૨ પર રહેશે. એલિવેટેડ કોરિડોરના નીચેના વિસ્તારનો ઉપયોગ રેલવે દ્વારા ટ્રેનની સર્વિસ માટે કરવામાં આવશે. અધિકારીઓના કહેવા પ્રમાણે, કાલુપુરની સાથે સાબરમતી પર પણ સ્ટેશનને લઈને કામ શરૂ કરવામાં આવશે અને ડિઝાઈનને પણ મંજૂરી મળી ગઈ છે. કાલુપુર સ્ટેશનમાં મેટ્રો (અંડરગ્રાઉન્ડ), રેલવે સ્ટેશન (ગ્રાઉન્ડ લેવલ) અને બુલેટ ટ્રેન (એલિવેટેડ)નું એકીકરણ હશે, જ્યારે સાબરમતી સ્ટેશનમાં રેલવે અને મેટ્રો એકસાથે હશે. નવી બિલ્ડિંગ માટે માર્ગ બનાવવા માટે સરસપુર તરફના રેલવે સ્ટેશનની બિલ્ડિંગને તોડી પાડવામાં આવશે, જ્યાંથી મુસાફરો રેલવે, દ્ગૐજીઇઝ્રન્ અને અમદાવાદ મેટ્રોની ટ્રેનમાં બેસી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.