શહેરામાં શિક્ષકો વિદ્યાર્થીઓને શેરી શિક્ષણ આપી રહ્યા છે

શહેરા: પંચમહાલ જીલ્લા શહેરા તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શેરી શિક્ષણ આર્શિવાદ સમાન થઈ રહ્યુ છે.પાછલા દોઢ વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીનીની અસર શાળા કોલેજોના શિક્ષણકાર્ય પર પડી છે. જીવનમા મહત્વનુ ગણાતા પાયાના પ્રાથમિક શિક્ષણથી વિદ્યાર્થીઓ વંચિત ના રહી જાય તે માટે હવે શિક્ષકો શેરીશાળાઓ શરૂ કરીને અભ્યાસ કરાવી રહ્યા છે.શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા આવેલી શાળાઓના શિક્ષકોના આ સકારાત્મક અભિગમને વાલીઓ પણ આવકારી રહ્યા છે.
પંચમહાલ જીલ્લામાં પણ કોરોનાની મહામારીની અસર જોવા મળી હતી.હાલમા શાળાઓમાં શિક્ષણકાર્ય પણ બંધ છે.જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર તેની સીધી અસર પહોચી છે.કોરાનાની લહેર ઓછી થઈ છે.ત્યારે શિક્ષકોએ શેરીશાળાના નવતર અભિગમને શરૂ કર્યો છે.કોરાનાકાળમા ઓનલાઈન માધ્યમથી શિક્ષણ આપવાની પહેલ કરવામા આવી હતી.પરંતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા કેટલાક પરિવારો પાસે સ્માર્ટ મોબાઈલની સુવિધા ન હોવાથી તેઓ શિક્ષણથી વંચિત રહી જતા હતા.જેના કારણે વિદ્યાર્થીને પાયાના પ્રાથમિક શિક્ષણ ગુમાવાનો વખત આવતો હતો.શહેરા તાલુકામા આવેલી લાભી પ્રાથમિક શાળાના શિક્ષકોએ શિક્ષણ કભી સાધારણ નહી હોતા ની ઉક્તિ સાર્થક કરીને શેરી શિક્ષણ શરૂ કર્યુ છે.
જેમાં વર્ગ દીઠ અલગ અલગ જગ્યાઓ પર વિદ્યાર્થીઓને બેસાડીને શેરી શિક્ષણ આપવામા આવી રહ્યુ છે. શિક્ષણ કાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.વાલીઓ પણ શિક્ષણકાર્ય શરૂ થતા ખુશ છે.વાલી ઉર્મિલાબેન સોલંકી જણાવે છે હાલમાં મે મારી દીકરીને પહેલા ધોરણમાં દાખલ કરાવી છે.શાળાઓ હજી સુધી ખુલી નથી. પણ શિક્ષકો દ્વારા શેરીશાળા શરૂ કરવામા આવી છે.જેના મારી દીકરી શેરી શાળામાં મુળાક્ષરો તેમજ આંકડાઓ શીખી રહી છે.જે મારા માટે આનંદની વાત છે.
શહેરા તાલુકા બી.આર.સી કોઓર્ડીનેટર ડો. કલ્પેશકુમાર પરમાર જણાવે છે કે શહેરા તાલુકાની ૨૪૪ પ્રાથમિક શાળાઓમાં ૧૦૦ ટકા શેકી શિક્ષણ ચાલે છે. એક શાળાના બે કરતા વધુ વર્ગો જેમા ખાસ કરીને ધોરણ ૧થી -૮ ધોરણની શાળામાં ૨૦૦ કે તેથી વધુ રજીસ્ટર સંખ્યા હોય તેવી શાળામાં શિક્ષકો દ્વારા ૫ કે ૬ વર્ગો અલગ અલગ ફલિયામાં ચલાવામા આવે છે. શહેરા તાલુકામાં ૧૫૦૦ જેટલા શિક્ષકો ફરજ બજાવેછે.જેમા સમ્રગ શિક્ષા દ્વારા મોનિટંરીગ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામા આવે છે.