હેડફોન લગાવીને દરરોજ બે કલાક સોંગ સાંભળવાથી 10 જ વર્ષમાં બહેરાશ આવી શકે
ફ્રાન્સની સ્ટાર્સબર્ગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હેડફોનને લગતું રીસર્ચ કર્યું હતું કે દરરોજ ઊંચુ વોલ્યુમ રાખીને હેડફોન લગાવ્યા પછી સતત બે કલાક સોંગ સાંભળવાથી ૧૦ જ વર્ષમાં બહેરાશ આવી શકે છે. પાંચ કે સાત વર્ષથી હેડફોનનો ઉપયોગ કરતાં લોકોને પસંદ કરીને આ અભ્યાસ થયો હતો. સર્વેક્ષણમમાં ભાગ લેનારા લોકો હેડફોનનો શોખ ધરાવતાં હતાં અને બે-ત્રણ કલાક કાનમાં હેડફોન ભરાવી રાખતા હતા. તેમના મેડિકલ ચેકઅપ પછી સંશોધકોએ તારવ્યું હતું કે એ લોકોને સાંભળવામાં તકલીફ પડતી હતી.
હેડફોનથી આખા કાન કવર થતાં ઘણાંને કાનનો કાયમી દુઃખાવો ઘર કરી ગયો હતો. રીસર્ચમાં ચેતવણી અપાઈ હતી કે દરરોજ સાત કલાકથી વધુ સમય હેડફોન ભરાવીને ઊંચા વોલ્યુમથી મ્યુઝિકનો આનંદ ઉઠાવતાં લોકો માનસિક બીમારીનો શિકાર થઇ શકે છે. વળી, માથાનો દુઃખાવો પણ એ લોકોમાં નિયમિત જાવા મળ્યો હતો.
સંશોધકોએ હેડફોન વાપરવાની ટીપ્સ આપી હતી કે હેડફોન સતત કાનમાં ભરાવી રાખવાને બદલે થોડોક બ્રેક લેતા રહેવું જાઈએ. વજનમાં હળવા હેડફોન પસંદ કરીને વોલ્યુમ શક્ય એટલું નીચું રાખવાથી કાનને લગતી બીમારીઓ ટાળી શકાશે.