અમારી પાર્ટી અને પૂર્વ સહયોગી શિવસેના દુશ્મન નથી : દેવેન્દ્ર ફડણનીસ
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં હવે નવી ખીચડી પકાઈ રહી હોય તેવું લાગે છે અને જૂના સાથીઓ એકસાથે આવે તેવો ગણગણાટ છે. ભાજપથી અલગ થઈને કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવનારી શિવસેના હવે વળી પાછી પોતાના જૂના સહયોગી તરફ વળી રહી હોય તેવું લાગે છે. આ વાતનો સંકેત બંને બાજુથી મળી રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણનીસે કહ્યું કે તેમની પાર્ટી અને પૂર્વ સહયોગી શિવસેના દુશ્મન નથી. જાે કે તેમની વચ્ચે કેટલાક મુદ્દે મતભેદ છે અને કહ્યું કે રાજકારણમાં કોઈ પણ-પરંતુ હોતું નથી. પૂર્વ મુખ્યમંત્રીએ ફરી શિવસેના સાથે જવાના સવાલ પર આ જવાબ આપ્યો હતો.
જ્યારે એવું પૂછવામાં આવ્યું કે શું બંને પૂર્વ સહયોગીઓ ફરીથી એક સાથે આવવાની શક્યતા છે તો ફડણવીસે કહ્યું કે સ્થિતિના આધારે જ યોગ્ય ર્નિણય લેવાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની હાલની બેઠક અને શિવસેના સાથે ફરી જવાની સંભાવના પર પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું કે ‘રાજકારણમાં કોઈ પણ-પરંતુ હોતું નથી અને હાલાત મુજબ ર્નિણય લેવામાં આવતા હોય છે.’
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ અને શિવસેના દુશ્મન નથી. જાે કે મતભેદ છે. સ્થિતિ મુજબ યોગ્ય ર્નિણય લેવાશે. ફડણવીસે કહ્યું કે અમારા મિત્ર (શિવસેના) એ અમારી સાથે ૨૦૧૯માં વિધાનસભા ચૂંટણી લડી. પરંતુ ચૂંટણી બાદ તેમણે તે લોકો (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ) સાથે હાથ મિલાવી લીધા જેમના વિરુદ્ધ અમે ચૂંટણી લડી હતી.
ફડણવીસે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ હાઈકોર્ટના આદેશ પર મહારાષ્ટ્રમાં વિભિન્ન મામલે તપાસ કરી રહી છે અને તેમના પર કોઈ રાજકીય દબાણ નથી. ફડણવીસનું આ નિવેદન તાજેતરમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ આવ્યું છે. ઠાકરેએ ગત મહિને દિલ્હી પ્રવાસ પર પ્રધાનમંત્રી સાથે અલગથી મુલાકાત કરી હતી.
આ અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારે ભાજપના નેતા આશીષ શેલાર સાથે પોતાની મુલાકાતો અંગે ઉડી રહેલી અફવાઓને ફગાવવાની કોશિશ કરી હતી. શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે અમારી વચ્ચે રાજનીતિક અને વૈચારિક મતભેદો હોઈ શકે છે. પરંતુ જાે અમે જાહેર કાર્યક્રમોમાં આમને સામને આવીએ તો અભિવાદન જરૂર કરીશું. હું શેલાર સાથે બધાની સામે પણ કોફી પીવું છું.