સિગ્નેટ ઇન્ફોટેકે વંચિત વર્ગના બાળકોને ડિજિટલ લર્નિંગની સુવિધા પ્રદાન કરવા સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે હાથ મીલાવ્યાં
· સિગ્નેટ ઇન્ફોટેક 80 નવા ટેબલેટ્સ દાન કરીને 350થી વધુ બાળકોને ડિજિટલ શિક્ષણ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે. સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટના શિક્ષકો અને સ્વયંસેવકો તથા સિગ્નેટ ઇન્ફોટેકના કર્મચારીઓ બાળકોના ડિજિટલ અભ્યાસની સુવિધા આપશે
અમદાવાદ, સિગ્નેટ ઇન્ફોટેકે બે સીએસઆર પહેલ દ્વારા સમાજના વંચિત વર્ગને સહયોગ કરવા માટે અમદાવાદ સ્થિત એનજીઓ સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ કંપની 80 નવા ટેબલેટ્સ દાન કરીને બાળકોને સક્ષમ બનાવવા તથા તેમના શિક્ષણ માટે સહયોગ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ ઉપરાંત કંપની મહામારીથી અસરગ્રસ્ત 700 પરિવારોને એક મહિનાની ફુડ રેશન કિટ્સ પ્રદાન કરીને સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટને સહયોગ કરી રહી છે.
આ પહેલ અંગે પ્રતિક્રિયા આપતાં સિગ્નેટ ઇન્ફોટેકના સંસ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર નિરજ હઠીસિંહે કહ્યું હતું કે, “સિગ્નેટ ઇન્ફોટેક તેના સંગઠનાત્મક મૂલ્યો પ્રત્યે કટીબદ્ધ છે તથા મહામારીને કારણે અસરગ્રસ્ત બાળકો માટે ડિજિટલ શિક્ષણ સક્ષમ બનાવવા અને પરિવારોને મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે હાથ મીલાવતાં આજે અમે ખુશી અનુભવીએ છીએ.
અમારા સીએસઆર પાર્ટનર સાથે મળીને અમે બાળકોને શિક્ષિત કરવા તેમજ ડિજિટલ કમ્યુનિકેશન દ્વારા નિરિક્ષણ હેઠળ ટ્યુટર-આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ ઉપરાંત દેશમાં ઘણાં પરિવારો મૂશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે ત્યારે અમે તેમને એક મહિનાનું રેશન ઉપલબ્ધ કરાવીને અમારાથી શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.”
અભ્યાસ માટે ટેબલેટ્સની એક્સેસ ડિજિટલ ખાઇને પૂર્ણ કરવામાં અને વંચિત બાળકોને ડિજિટલ ઇકોસિસ્ટમમાં સામેલ થઇને અભ્યાસ કરવાની તક પ્રદાન કરવાની દિશામાં એક કદમ છે. સિગ્નેટ ઇન્ફોટેકે કોવિડ-19ને કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓના માતા-પિતા અને દાદા-દાદીની યાદમાં ટેબલેટ્સ દાન કર્યાં છે.
દરેક ટેબલેટ ઉપર પરિવારના મૃતક સભ્યોના નામ મૂકવામાં આવ્યાં છે. સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટના શિક્ષકો અને સ્વયંસેવકો આ ટેબલેટની મદદથી અમદાવાદમાં અને આસપાસના વિસ્તારના વંચિત સમુદાયોના 350થી વધુ બાળકોને સક્ષમ બનાવશે, જેથી તેઓ ડિજિટલ માધ્યમ દ્વારા તેમનું શિક્ષણ આગળ વધારી શકે.
સિગ્નેટ ઇન્ફોટેક ખાતે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સંસ્થાના વિઝન સાથે ગાઠ રીતે જોડાયેલી છે, જે ટેક્નોલોજીથી સક્ષમ બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા વૈશ્વિક સ્તરે લોકોને સક્ષમ બનાવવા માગે છે. સિગ્નેટ ઇન્ફોટેકનું સીએસઆર ચાર્ટર સ્વિકૃત કરે છે કે અભ્યાસ અને તકોની એક્સેસમાં સમાનતા માટે ડિજિટાઇઝએશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે,
જ્યારે કે સમાજનો મોટો વર્ગ તેની એક્સેસ ધરાવતો નથી. ડિજિટલ લિટ્રેસી અને ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટની થીમ વંચિત સમુદાયોના યુવાનોને ડિજિટલ લર્નિંગ પ્રદાન કરવા ઉપર કેન્દ્રિત છે, જેથી તેમના વચ્ચે ઉત્સુકતા અને ઇનોવેશનને બળ આપી શકાય.