નફરત હિન્દુત્વની ઉપજ છે, આ ગુનેગારોને હિન્દુત્વવાદી સરકારની રહેમ મળેલી છે
નવીદિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ નાં વડા મોહન ભાગવતે રવિવારે ધર્મ અને લિંચિંગને લઈને આપેલા નિવેદનને લઇને હવે ચર્ચા શરૂ થઈ ગઇ છે. અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે એટલે કે આજે સવારે મોહન ભાગવતનાં નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ ટિ્વટ કરીને લખ્યું છે કે, આ નફરત હિન્દુત્વની ઉપજ છે, આ ગુનેગારોને હિન્દુત્વવાદી સરકારની રહેમ મળેલી છે.
હિન્દુત્વ અને લિંચિંગને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઇ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) નાં વડા મોહન ભાગવતે હિન્દુત્વ અને લિંચિંગ અંગે આપેલા નિવેદન પછી, એઆઈએમઆઈએમનાં વડા અને હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શાંબ્દિક આક્રમણ કરતા કહ્યું હતું કે, આ નફરત હિન્દુત્વની ઉપજ છે. તેમણે ટિ્વટ કર્યું હતું કે, આ તિરસ્કાર હિન્દુત્વની ઉપજ છે, આ ગુનેગારો હિન્દુત્વ સરકારની રહેમ મળેલી છે. અલીમુદ્દીનનાં હત્યારાઓને કેન્દ્રીય મંત્રીનાં હસ્તે હાર પહેરાવવામાં આવ્યા છે, અખલાકનાં હત્યારાની લાશ પર તિરંગો લગાડવામાં આવે છે. જણાવી દઇએ કે, રવિવારે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આરએસએસનાં વડા મોહન ભાગવતે કહ્યું હતું કે,
જાે કોઈ હિન્દુ કહે કે કોઈ મુસ્લિમ અહીં રહી શકતો નથી, તો તે હિન્દુ નથી. ગાય એક પવિત્ર પ્રાણી છે, પરંતુ જે લોકો તેના નામ પર અન્યની હત્યા કરી રહ્યા છે તે હિન્દુત્વની વિરુદ્ધ છે. આવા કિસ્સાઓમાં કાયદાએ પોતાનુ કામ કરવુ જાેઈએ. મોહન ભાગવતે એમ પણ કહ્યું કે, તમામ ભારતીઓનાં ડ્ઢદ્ગછ એક જ છે, ધર્મ ગમે તે હોય.
ભાગવતનાં આ નિવેદન પછી અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે શ્રેણીબદ્ધ ટ્વીટમાં લખ્યું છે કે, આરએસએસનાં ભાગવતે કહ્યું કે, લિંચિંગ કરનાર હિન્દુ ધર્મ વિરોધી છે. આ ગુનેગારોને ગાય અને ભેંસ વચ્ચેનો તફાવત ખબર નહી હોય, પરંતુ જુનાદ, અખલાક, પહેલુ, રકબર, અલીમુદ્દીનનાં નામ તેમને મારવા માટે પૂરતા હતા. અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં લખ્યું છે કે, આસિફની હત્યા કરનારાઓનાં સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવે છે, જ્યાં ભાજપ પ્રવક્તા પૂછે છે કે, “શું અમે મર્ડર પણ કરી ના શકીએ?” કાયરતા, હિંસા અને હત્યા એ ગોડસેની હિન્દુત્વની વિચારસરણીનો એક અભિન્ન ભાગ છે, મુસ્લિમોની લિંચિંગ પણ આ વિચારધારાનું પરિણામ છે.