કંદમૂળના ઉત્પાદનમાં જર્મન ટેકનોલોજીથી ઉત્પાદન ક્ષમતાનો લાભ થશે
કંદમૂળ પાકની સમસ્યાઓ હલ કરવા માટે શક્તિમાન અને ગ્રીમીનુ સંયુક્ત સાહસ -સંયુક્ત સાહસને ગ્રીમીની ઉત્કૃષ્ટ જર્મન ટેકનોલોજી અને શક્તિમાનની અદ્યતન ઉત્પાદન ક્ષમતાનો લાભ મળશે
· શક્તિમાન અને ગ્રીમી વિશ્વના બીજા નંબરના સૌથી મોટા બટાકા ઉત્પાદક દેશમાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહયા છે.
ગાંધીનગર: ભારતની અગ્રણી કૃષિ ઉપકરણ ઉત્પાદક કંપની શક્તિમાન અને વિશ્વમાં બટાકા, સુગર બીટ અને શાકભાજીના ક્ષેત્રે ફાર્મ મશિનરી અને ટેકનોલોજીમાં મોખરાનુ સ્થાન ધરાવતી જર્મનીની ગ્રીમી (GRIMME) કંપનીએ ભારતમાં બટાકા અને અન્ય કંદમૂળ પાક માટેનાં મશિનનો વિકસાવવા તથા તેનુ વેચાણ કરવા 50:50ની ભાગીદારી ધરાવતુ સંયુક્ત સાહસ સ્થાપવા માટે હાથ મિલાવ્યા છે. આ સંયુક્ત સાહસને ગ્રીમીની ઉત્કૃષ્ટ જર્મન ટેકનોલોજી અને શક્તિમાનની અદ્યતન ઉત્પાદન ક્ષમતાનો લાભ મળશે અને બટાકા તથા અન્ય કંદમૂળ માટે સંપૂર્ણ સોલ્યુશન ડિઝાઈન કરશે અને વિકસાવશે. આ સંયુક્ત સાહસ બંને ભાગીદારોને 75 હોર્સપાવરથી ઓછી ક્ષમતા ધરાવતી કેટેગરીનાં પોતાની હાલની અને ભવિષ્યની
ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવાનુ શક્ય બનાવશે.
1997માં ગુજરાતમાં રાજકોટ ખાતે સ્થપાયેલી તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લિમિટેડએ રોટરી ટીલર્સની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક કંપની છે અને તે ‘શક્તિમાન ’ બ્રાન્ડનેમ હેઠળ ખેતી માટેનાં ઉપકરણોનુ ઉત્પાદન કરતી ભારતની અગ્રણી કંપની છે. કંપનીએ રોટરી ટીલર્સથી માંડીને ફલાઈલ મુવર્સથી શરૂ કરીને સેલ્ફ-પ્રોપેલ્ડ સ્પ્રેયર્સ, પેડી કમ્બાઈન્ડ હાર્વેસ્ટર્સ, સુગરકેન હાર્વેસ્ટર્સ જેવાં હાઈટેક ઉત્પાદનોમાં પોતાના પ્રોડકટ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. શક્તિમાનની પ્રોડકટસની દુનિયાભરના 1000થી વધુ વિતરકોના નેટવર્ક મારફતે 90 દેશોમાં નિકાસ થાય છે.
ડેમ જર્મની સ્થિત ગ્રીમી ગ્રુપ એ 1861માં સ્થપાયેલો ફેમિલી બિઝનેસ છે. ગ્રીમી ગ્રુપના સભ્યોમાં ગ્રીમી લેન્ડમશીનફેબ્રીક ડેમ જર્મની (પ્લાન્ટ-1) ખાતે આવેલ છે. રિએશ્ટે જર્મની (પ્લાન્ટ-2), ઈદાહો, અમેરિકામાં આવેલા નોર્થ અમેરિકન પોટેટો મશિનરી મેન્યુફેકચરર સ્પુડનીક તથા ડેનીશ વેજીટેબલ મશિનરી ઉત્પાદક ASA-LIFT (Sorø/Denmark)નો સમાવેશ થાય છે. બટાકા, બીટ અને વેજીટેબલ ટેકનોલોજી માટે ગ્રીમી ગ્રુપ વિવિધ પ્રકારનાં 150થી વધુ પ્રકારનાં મશિનો ઓફર કરે છે. ગ્રીમી ગ્રુપ આ સેગમેન્ટમાં ખૂબ જ વ્યાપક અને વિસ્તૃત પ્રોડકટ રેન્જ ઓફર કરે છે.
ગ્રીમીના સીઈઓ શ્રી ફ્રાન્ઝ-બર્નડ કૃથાપ જણાવે છે કે “અમારી સંયુક્ત નિપુણતા ધરાવતા આ સંયુક્ત સાહસને વ્યાપક તકોનો લાભ મળશે અને ખેત સમુદાયને ભરોસાપાત્ર અને વિશ્વ સ્તરનાં મશિનોનો લાભ મળશે. અમે ભારત અને અન્યત્ર
રૂટ ક્રોપના માર્કેટમાં ક્રાંતિ સર્જનાર એક નવા ભવિષ્ય માટે આશાવાદી છીએ.”
આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં તિર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લિમિટેડના ચીફ સેલ્સ એન્ડ માર્કેટીંગ ઓફિસર શ્રી દિનેશ વશિષ્ઠ જણાવે છે કે “શક્તિમાન -ગ્રીમનુ સંયુક્ત સાહસ ટેકનોલોજીની દ્રષ્ટીએ આધુનિક, સ્વદેશી અને પોસાય તેવાં યત્રો પૂરાં પાડીને ભારતમાં બટાકાની ખેતીના મિકેનાઈઝેશનની ઘણી મોટી ખૂટતી કડીઓના સેતુરીપ પૂરવાર થશે. આ સંયુક્ત સાહસનો ઉદ્દેશ બટાકા, ડુંગળી, લસણ અને હળદર વગેરે જેવા કંદ મૂળની ખેતીને સીડબીડ પ્રિપેરેશનથી માંડીને પોસ્ટ હાર્વેસ્ટીંગ સોલ્યુશન્સ સુધીના તમામ ઉપાયો પૂરા પાડવાનો છે. આ પ્રોડકટસ SHAKTIMAN-GRIMME બ્રાન્ડનેમ હેઠળ વેચાશે અને આગામી વર્ષોમાં આ ઉત્પાદનો બંને કંપનીઓના વિશ્વવ્યાપી નેટવર્ક મારફતે આંતરરાષ્ટ્રીય બજારોમાં મુકવામાં આવશે.”