Western Times News

Gujarati News

નર્મદા ડેમની જળ સપાટી ૧૦ મીટર ઘટતા તમામ પાવર હાઉસ યુનિટ થયા બંધ

Files Photo

કેવડિયા: સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એક મહિનામાં ૧૦ મીટર કરતા પણ નીચે જતી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી હાલ ૧૧૩.૧૮ અને પાણીની આવક માત્ર ૬૬૦ ક્યુસેક જ થઇ ગઇ છે. પાણીની આવક ઘટવાનાં કારણે નર્મદા ડેમના ૧૨ મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રીવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરી દેવામાં આવ્યા છે.

જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે આ મહિનાની અંદર સામાન્ય રીતે ચોમાસું જામી જતું હોય છે અને પાણીની આવક થતી હોય છે. પરંતુ આ વખતે ચોમાસુ લંબાઇ રહ્યું છે અને વરસાદ પડતો નથી ત્યારે બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચલાવવામાં આવતા હતા પરંતુ નર્મદા ડેમની જળ સપાટી એક મહિનામાં ૧૦ મીટર કરતાં પણ નીચે ઉતરી જતા તમામ યુનિટોને બંધ કરવાની ફરજ પડી છે.

ડેમની જળ સપાટી ૧૧૩.૧૮ અને પાણીની આવક માત્ર ૬૬૦ ક્યુસેક જ થઇ જતા૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રીવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરી દેવામાં આવ્યા છે.સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન પડતા પાણીની આવક સતત ઘટી રહી છે જેનું મુખ્ય કારણ એ છે કે, ડેમના કેચમેન્ટના વિસ્તારની અંદર વરસાદ પડતો નથી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વરસાદ માટે મજબૂત સિસ્ટમ ખૂબ જરૂરી છે.

અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ આપે છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશરને કારણે ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડતો હોય છે. પરંતુ અત્યારસુધી લૉ પ્રેશર બન્યું નહીં હોવાથી હાલમાં વરસાદની સંભાવના નહિવત્‌ છે. હાલની સ્થિતિ પ્રમાણે જુલાઇના બીજા સપ્તાહ બાદ જ રાજ્યમાં ચોમાસા ફરીથી જામશે તેમ માનવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.