કોરોનાની ત્રીજી લહેરને લઈને જુદા જુદા અહેવાલોથી નાગરીકોમાં ચિંતા
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાને કારણે લોકો પહેલેથી જ ટેન્શનમાં છે ત્યાં વળી, ઉપરથી રોજેબરોજ નવા નવા સંશોધનોની વાતો માધ્યમોમાં આવી રહી છે. ખાસ કરીને બીજી લહેરને લઈને જે પ્રકારે નવા-નવા અહેવાલો આવી રહ્યા છે તેનાથી ભલભલાનું માથુ ચકરાઈ જાય તેમ છે.
કોરોનાની ત્રીજી લહેર આવકે ક કેમ? તેનાથી કોણ પ્રભાવિત થશે?? તેને લઈને વિદેશથી લઈને ભારતમાં અલગ અલગ સૂર વ્યક્ત થઈ રહ્યો છે. ત્યારે સાચુ શુ? તે મુદ્દે નાગરીકોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમાં પણ વેક્સિનના બે ડોઝ લેીધેલ વ્યક્તિ કોરોનાના નવા વાયરસ સામે લગભગ ૬૦ ટકાની આસપાસ સુરક્ષિત રહે તેમ જણાવાયુ હતુ. ત્યાં પાછા નવા અહેેવાલમાં કંઈક અલગ વાત કરાઈ છે.
આમ,વેકસિન લેનારા અને નહીં લેનારા સૌ કોઈ ચિંતામાં મુકાય તે સ્વાભાવિક છે. કોરોનાની બાબતમાં વૈજ્ઞાનિકો-તજજ્ઞો-ડોક્ટરો રાત-દિવસ એક કરી રહ્યા છે. કોરોનાના બદલાતા સ્વરૂપ અંગે પણ માધ્યમોમાં ભિન્ન-ભિન્ન અહેવાલો આવી રહ્યા છે.
તેનાથી નાગરીકોમાં એક છૂપો ડર જાેવા મળી રહ્યો છે.
જાે કે કોરોના સામે વેક્સિન લીધેલા લોકો જાણે રાજા થઈ ગયા હોય તેમ ફરી રહ્યા છે. ખરેખર તો વેક્સિન લેનારા અને નહીં લેનારાઓ એ હજુ પણ સાવધાની રાખવી પડશે. મોંઢા પર માસ્કની સાથે સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનંુ પાલન કરવુૃં પડશે.
ઓફિસોમાં માસ્ક પહેરવું આવશ્યક છે. તેમ છતાં હવે તેનો કેેટલો અલ થઈ રહ્યો છે તે અંગે કોઈ ચેકીંગ થતુ નથી.
અગર તો ઓછુ થાય છે. વેક્સિનની બાબતમાં હજુ પણ લોકોમાં ગેરસમજ પ્રવર્તી રહી છે. તે દૂર કરવા સામાજીક સંસ્થા-ધાર્મિક સહિતની સેવાભાવી સંસ્ળ્થાઓએ આગળ આવવુ પડશે.