બિહારમાં ઘરે જઈ રહેલા બાઇક સવારની ગોળી મારીને હત્યા
પૂર્ણિયા: બિહારના પૂર્ણિયામાં એક પછી નોંધાઈ રહેલી અપરાધિક ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. અપરાધીઓએ નેશનલ હાઇવે-૫૭ પર અરુણ યાદવ નામના એક શખ્સની ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટના બાદ આક્રોશિત લોકોએ એક કલાક સુધી નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી દીધો. જેના કારણે અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં દોડી આવી અને ઘણી મહેનત બાદ ચક્કાજામ દૂર કરાવ્યો.
મૃતકના પુત્ર કન્હૈયા યાદવે કહ્યું કે, તેના પિતા અરુણ યાદવ નર્સરીમાં કામ કરતા હતા. રાત્રે લગભગ ૯ વાગ્યે તેઓ બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે પર તેમને ગોળી મારવામાં આવી. ગોળી વાગતાં જ ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું. સૂચના મળતાં જ લોકો ત્યાં પહોંચ્યા તો જાેયું કે તેના પિતા મરેલા પડ્યા છે. કન્હૈયાએ કહ્યું કે, તેના પિતાએ એક મહિના પહેલા એક વ્યક્તિ પર ધમકી આપવા અને દુશ્મનીનો આરોપ લગાવ્યો હતો. આશંકા છે કે તે વ્યક્તિએ જ ગોળી મારીને હત્યા કરી છે. મૃતકના ભાઈ સચ્ચિદાનંદ યાદવે કહ્યું કે કોણે ગોળી મારી છે તેની તેમણે જાણકારી નથી.
બિહારમાં ઘરે જઈ રહેલા બાઇક સવારની ગોળી મારીને હત્યા ઘટનાસ્થળે પહોંચેલા આરજેડીના જિલ્લા યુવા અધ્યક્ષ નવીન યાદવે કહ્યું કે, આ સ્થળે જ છેલ્લા એક સપ્તાહમાં ચાર મોટી ઘટનાઓ બની ચૂકી છે પરંતુ પોલીસ એક્શનમાં આવતી નથી. ઘટનાના વિરોધમાં આક્રોશિત લોકોએ લગભગ એક કલાક સુધી રોડ પર જામ કરી દીધો. લોકોની માંગ છે કે અપરાધીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવે. ઘટનાસ્થળે પહોંચેલા એસડીપીઓ આનંદ પાંડેએ ઘટનાસ્થળની તપાસ કરી.