DRIએ દરિયામાર્ગે લાવવામાં આવી રહેલી ૨ હજાર કરોડની હેરોઇન પકડી
મુંબઇ: મુંબઇમાં ડીઆરઆઈને ડ્રગ્સ સામે મોટી સફળતા મળી છે. ડીઆરઆઈએ ૨૮૩ કિલો હેરોઇન કબજે કરી છે. આ ડ્રગ્સ ઈરાનથી દરિયા માર્ગે મુંબઇ લાવવામાં આવી રહ્યો હતો.મુંબઇ લાવવામાં આવેલી હેરોઇનની કન્સાઈનમેન્ટ પંજાબ માટે જઇ રહી હતી પરંતુ નવી મુંબઈના જવાહરલાલ નહેરુ બંદર પર પકડાઇ હતી. ડીઆરઆઈ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરેલી હેરોઇનની કિંમત ૨૦૦૦ કરોડ રૂપિયા છે.અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કેસમાં પંજાબના તરણ તારનમાં રહેતો પ્રભજિત સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ મધ્યપ્રદેશથી વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ડીઆરઆઈના જણાવ્યા અનુસાર, જપ્ત કરેલી હેરોઈન ૨ કન્ટેનરમાં ટેલ્કમ પત્થરોથી છુપાવવામાં આવી હતી, સઘન તપાસ હાથ ધરતા હેરોઇન પકડાઇ હતી . પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે,ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હેરોઇનની કિંમત વધુ છે. પજંબમાં હજીપણ યુવાધન ડ્રગ્સના રવાડે છે,પકડાયેલું કન્સાઇમેન્ટ પણ પંજાબ લાવવામાં આવી રહ્યું હતું.હાલ આરોપીઓ સાથે સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે