Western Times News

Gujarati News

સિંધિયા, અનુપ્રિયા અને રાણે- મોદી કેબિનેટ વિસ્તાર પહેલા દિલ્હી બોલાવાયા

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારમાં થોડો જ સમય બાકી છે. અહેવાલ છે કે ૨૪-૪૮ કલાકમાં કેબિનેટમાં મોટો ફેરફાર થઈ શકે છે. બીજી તરફ, સંભવિત મંત્રીઓને દિલ્હી બોલાવવાનું શરૂ થઈ ગયું છે. હાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા ૫૩ છે, જેને વધારીને ૮૧ કરવામાં આવી શકે છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે કેબિનેટ વિસ્તાર આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવી શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રના અનેક બીજેપી નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવાની શક્યતા છે.

અહેવાલો મુજબ, સંભવિત નેતાઓને દિલ્હી બોલાવવામાં આવી રહ્યા છે. તેમાં મધ્ય પ્રદેશના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે બપોરે દિલ્હી પહોંચી રહ્યા છે. બીજી તરફ, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ મંગળવારે ત્રણ વાગ્યા સુધીમાં રાજધાની પહોંચશે. બીજી તરફ, મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા નારાયણ રાણે પણ દિલ્હી પહોંચશે. સેન્ટ્રલ કેબિનેટમાં સામેલ થવાની ડિમાન્ડ કરી રહેલી અપના પાર્ટીની અનુપ્રિયા પટેલને પણ બોલાવવામાં આવ્યા છે.

અહેવાલો મુજબ, હાલમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને બી.એલ. સંતોષની વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં મંત્રીઓની અંતિમ યાદી પર મહોર મારવામાં આવી છે. રીટા બહુગુણા જાેશી, પીલીભીતથી સાંસદ વરૂણ ગાંધી, બલિયાના રાજ્યસભા સાંસદ સકલદીપ રાજભર, આગ્રાના સાંસદ એસ.પી. સિંહ બઘેલના નામોને લઈ ચર્ચા ચાલી રહી છે.

મંત્રીમંડળ વિસ્તારની અટકળો વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ ચર્ચાનો વિષય બની ગયો છે. મધ્ય પ્રદેશમાં કાૅંગ્રેસથી અલગ થયા બાદ તેઓ બીજેપીમાં સામેલ થયા હતા. તેમના આ ર્નિણયને કારણે રાજ્યમાં કાૅંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી અને શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રીની ગાદી મળી હતી.

એવામાં સિંધિયાને કેબિનેટમાં ફેરફારનો અગત્યનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કાૅંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થયેલા દિનેશ ત્રિવેદીને પણ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓડિશાના બૈજયંત પાંડા, મહારાષ્ટ્રના સાંસદ પ્રીતમ મુંડે, દિલ્હીની સાંસદ મીનાક્ષી લેખી, મહારાજગંજના સાંસદ પંકજ ચૌધરીને લઈને પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.