ઈંગ્લિશ ટીમના ૩ ખેલાડી અને ૪ સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ
લંડન: ઈંગ્લિશ ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાનની વિરુદ્ધ વનડે સીરીઝના બે દિવસ પહેલા ટીમના ત્રણ ખેલાડી અને ચાર સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. એવામાં તમામ ખેલાડીઓને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. વનડે સીરીઝ ૮ જુલાઈથી શરૂ થવાની છે. જાેકે, ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું કે, સીરીઝ નિયત શિડ્યૂલથી જ રમાશે. બેન સ્ટોક્સની ટીમમાં વાપસી થઈ છે. તેને વનડે અને ટી૨૦ બંને સીરીઝ માટે કેપ્ટન્સી સોંપવામાં આવી છે.
ઇસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, જે ખેલાડી કોરોનાથી પ્રભાવિત થયા છે, તે પ્રોટોકોલ હેઠળ ૪ જુલાઈથી સેલ્ફ આઇસોલેશનમાં રહેશે. ટીમના અન્ય ખેલાડી પણ તેમની નજીક રહ્યા છે. એવામાં તેઓ પણ ઓઇસોલેશનમાં રહેશે. જાેકે ઇંગ્લેન્ડ બોર્ડે કહ્યું કે, શિડ્યૂલમાં ફેરફાર નહીં થાય. બેન સ્ટોક્સની ટીમમાં વાપસ થઈ રહી છે અને તેને કેપ્ટનની જવાબદારી આપવા આવી રહી છે. પ્રવાસ દરમિયાન પાકિસ્તાનની ટીમ ત્રણ વનડે અને ત્રણ ટી૨૦ સીરીઝ રમવાની છે.