ન્યુ ક્લોથ માર્કેટમાં વેક્સિનેશનને લઈને જાગૃતિ

ફાઈલ
૯૦ ટકા વેપારીઓએ તથા ૭૦ ટકા કર્મીઓ-કારીગરોએ વેક્સિન મુકાવીઃ ગીરીશભાઈ કોઠારી
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુેજરાત સહિત દેશભરમાં કોરોના સામે વેક્સિન આપવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન લેવી જરૂરી છે. તે હકીકત ધીમે ધીમે નાગરીકોને સમજાઈ રહી છે. તેથી સ્વેચ્છાએ વેક્સિન લેવા વેક્સિનેશન કેન્દ્રો પર લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે.
તો બીજી તરફ ગુજરાતમાં જુદા જુંદા વેપારી માર્કેટમાં વેક્સિનેશનની કામગીરી માટે વેપારી એસોસીએશનોની મદદલેવામાં આવી રહી છે. મેગાસીટી અમદાવાદની વાત કરીએ તો શહેરની મધ્યમાં આવેલા વિવિધ બજારોમાં વેપારીઓ, તેમના સ્ટાફના કર્મચારીઓ તથા શ્રમિકો સહિત સૌ કોઈ વેક્સિનેશન કરાવી રહ્યા છે.
કોરોના સામે રક્ષણ મેળવવા માટે બે ડોઝ આવશ્યક છે. તેમાં પ્રથમ ડોઝ લેનારાઓની ટકાવારી વિશેષ છે. મોટાભાગના બજારોમાં કોરોના વેક્સિનને લઈને જાગૃતિ જાેવા મળી રહી છે. વેપારી એસોસીએશનો પણ તેમના કર્મચારી વર્ગને વેકસિન મુકાવવા અનુરોધ કરી રહ્યા છે. રાયપુર ન્યુ ક્લોથ માર્કેટમાં કલોથીંગ મેન્યુફેકચરીંગ એન્ડ ટ્રેડર્સ ચેરીટેબલ એસોસીએશનના પ્રમુખ ગીરીશભાઈ કોઠારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે મોટેભાગે લેડીઝ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા અમારા બજારમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા વેપારીઓ છે. કોરોના કાળમાં વેક્સિન એકમાત્ર રક્ષણાત્મક ઉપાય છે. તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને આ માર્કેટના ૯૦ ટકા વેપારીઓએે કોરોના વેકસિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.
જેમાં બે ડોઝ લેનારાની સંખ્યા વધારે છે. જે વેપારીઓને બીજાે ડોઝ લેવાનો છે તેેઓ તેમના બીજા ડોઝનો સમય આવશે ત્યારે લઈ લેશે. વેક્સિનેશનને લઈને વેપારીઓમાં જાગૃતિની સાથે સ્વયં શિસ્તની ભાવના જાેવા મળી રહી છે. તો બીજી તરફ માર્કેટ સાથે સંકળાયેલા કર્મચારી સટાફ તથા શ્રમિકો, મજુરો સહિત લગભગ ૭૦ ટકા લોકોએ વેક્સિન લઈ લીધી છે. જે કોઈ બાકી છે તેઓ ખુબ જ નજીકના દિવસોમાં વેક્સિન લઈ લેશે.
કોરોનાકાળમાં એક તરફ ધંધા-રોજગારને વ્યાપક અસર થઈ હોવા છતાં એસોસીઅશન બજાર સાથે સકળાયેલા કર્મચારીઓ કારીગરો-મજુરો માટે ચિંતીત છે. અને સતત તેમની પડખે ઉભુ રહ્યુ છેે.
કોરોના કાળમાં કારીગરોને માસ્ક આપવાની સાથે કપુરની ગોળીઓ આપવી, તથા તેમના હેલ્થ ચેકઅપ સહિતની સામાજીક જવાબદારી એસોસીએશને અદા કરી છે. તાજેતરમાં જ કારીગરો માટે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવાનું નક્કી કર્યુ હતુ.પરંતુ શાળાઓ બંધ હોવાથી કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હતો. તો આગામી દિવસોમાં કારીગરો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવાનું પણ આયોજન છે.
એસોસીએશન તેમને ત્યાં કામ કરતા કર્મચારી-શ્રમિકો માટે સતત કાર્ય કરી રહ્યુ છે અને તે અંગે કામગીરી કરે છે.